Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 104
________________ આવી બધી બાબતોમાં પોતે એટલા સ્પષ્ટ રહ્યા કે એમના હસ્તક થયેલાં દેરાસરો ને બધાં વિધિવિધાનોમાં પણ શુદ્ધિ આવી. આ જે સિદ્ધચક્રપૂજન અત્યારે ખૂબ જ પ્રચલિત થયું છે એ સૌથી પહેલું ઉદયસૂરિ મહારાજ સાહેબે શોધ્યું અને સંઘમાં પ્રસ્તુત કર્યું. અત્યારની વિજયનીતિસૂરીશ્વરજી લાયબ્રેરી (જે અમદાવાદમાં મહાવીર સ્વામીના દેરાસરની સામે છે ને જેનો વહીવટ ચારુચંદ્ર ભોગીલાલ સંભાળે છે)ના ગ્રંથભંડારમાંથી આ પૂજન વિષયક પોથી મળી. એ પોથીનું પહેલું પાનું અપ્રાપ્ય હતું. ઉદયસૂરિ મહારાજની મુખ્યતામાં ધર્મધુરંધરસૂરિજી મહારાજ (તે વખતે મુનિ ધુરંધરવિજયજી મહારાજ) દ્વારા સં. ૨૦૦૬માં એ પોથી વ્યવસ્થિત કરવામાં આવી અને તે અનુસાર સિદ્ધચક્ર પૂજન સંકલિત કરવામાં આવ્યું અને પછી ભણાવવામાં આવ્યું. અંજનશલાકાનાં વિધિવિધાનઃ . સં. ૧૯૮૯માં કદમ્બગિરિની અંજનશલાકા વિધિવિધાનપૂર્વક કરવાનો મોટા મહારાજશ્રીને વિચાર આવ્યો. આ અંજનશલાકાની પૂર્વતૈયારી ઘણી મોટી હતી. તે વખતે ઉદયસૂરિ મહારાજે અઢારે અભિષેકની ઔષધિઓ ઓળખવા માટે ઘણી બધી મહેનત કરી છે. સકલચંદ્રજી મહારાજની અઢાર અભિષેકની એક પ્રત પ્રચલિત હતી. તેનો આધાર લેવાયો. પહેલાં શ્રીપૂજ્યો, યતિઓ દ્વારા પ્રતિષ્ઠાઓ થતી હતી. એ વખતે પ્રતિમાજીનાં લક્ષણો, પ્રતિમાજીનું માપ વગેરે બાબતોમાં બરાબર ચોક્સાઈ કરવામાં આવતી ન હતી. આજે પણ શ્રીપૂજ્યો દ્વારા પ્રતિષ્ઠિત થયેલાં સંખ્યાબંધ પ્રતિમાજી અનેક ગામોમાં જોવા મળે છે. શિલાલેખમાં ધરણેન્દ્રસૂરિ, દેવેસૂરિ એવાં નામો મળે છે. પ્રતિમાજીનું મુખારવિંદ, એનો ઘાટઘૂટ, એના સંસ્થાન, ગભારો, ગભારાની ઉપર આવતો ભારપટ્ટો, એ ભારપટ્ટાની નીચે પ્રતિમાજીનું સ્થાપન આ બધી બાબતોમાં પૂર્ણ કાળજી લેવાઈ નથી. એ જ રીતે શિખર, શિખર પરની ધજા, ધજા ઉપરના કળશમાં ચૈત્યપુરુષ વગેરે બાબતોમાં જે અતંત્રતા હતી તેને સ્થાને મહારાજ સાહેબના પ્રયત્નોથી ચોક્સાઈભરી શરૂઆત થઈ મહોત્સવ દરમિયાન કુંભસ્થાપન અને દીવો બરાબર રહેવાં જોઈએ. કુંભસ્થાપના તે જમાનામાં માટીના ઘડામાં થતી. માટીના ઘડામાંનું પાણી ઝમ્યા કરે. અને એને લઈને નીચેના ભાગમાં જવારિયા મૂક્યા હોય તે ઊગે. ડાંગરની થેપલી કરી તેના ઉપર કુંભસ્થાપના કરતા અને એ ઝમતા પાણી દ્વારા એ ડાંગરમાંથી પણ અંકુરા ફૂટતા અને જવારિયાઓ આગળ, વધતા. આખો ઘડો ઢંકાઈ જાય એવા જવારિયા ઊગે તો આખો મહોત્સવ સુંદર રીતે પાર પડશે તેવી જાણકારો આગાહી કરતા. કદમ્બગિરિમાં ઔષધિઓને લાવ્યા પછી વિધિવિધાનપૂર્વક પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગભેર સંપન્ન થઈ આ વિધિવિધાન માટે વિદ્યાશાળામાં ભોગીલાલ ગુલાબચંદ દ્વારા વિધિકારકોની એક આખી મંડળી ઊભી થઈ. એમાં માણેકલાલ, વેલચંદ રાયચંદ, ભાઈલાલભાઈ હીરાભાઈ જાદવજી બધા સામેલ હતા અને ખૂબ ચુસ્ત હતા. પ્રાચીન પપાનું પુનર્જીવન: છ ૯૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126