Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 108
________________ જેટલાં પાનાં હોવા છતાં, કોઈપણ સાધુ મહારાજ કે શ્રાવકને ઉતારો કરવાને આપવાને બદલે ધુરંધરસૂરિ મહારાજે પોતે લખીને એમને એ વિધિ મોકલી આપેલી. એ પછી સામેથી જે વળતો પત્ર આવેલો તે મેં વાંચેલો. કેવળવિજયજી એટલે મૂળ પૂનાના મોતીચંદ લાધાજી. પરમ અભ્યાસી. સંસ્કૃતમાં એમનું પ્રભુત્વ. છેલ્લાં વર્ષો સુધી અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતાં આવા સાધુને પણ આ વિધિ મેળવવા માટેનો પ્રયાસ કરતાં લાગ્યું કે નેમિસૂરિ મહારાજના સમુદાયમાં આનો સ્રોત હોવો જોઈએ. મે એ સમયે ધુરંધરસૂરિ મહારાજને પૂછેલું કે, “આ સવારથી શું લખ્યા કરો છો ? તો કહે, કેવળવિજયજીનો કાગળ આવ્યો છે. એમની માગણીને આપણે સંતોષવી જોઈએ. મોટા મહારાજ સાહેબના સમુદાયની જે પ્રતિષ્ઠા જામેલી છે એ આપણે ટકાવવી જોઈએ. ગમે તેને ઉતારવા આપીએ તો હૃસ્વ ઈ - દીર્ઘઈની ભૂલો થાય, જોડણી ખોટી લખાય તો સમગ્ર વિધિની ખોટી પરંપરા શરૂ થઈ જાય. એવું ન જ ચાલે. માટે મેં સંપૂર્ણ લખવાનું નક્કી કર્યું છે.” અત્યારે પણ સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની આરાધના કરનારા કેટલાય એવા આત્માઓ છે જે આવીને આ અશોકચંદ્રસૂરિજી મહારાજની પાસે બે બે કલાક બેસતા હતા. આમ તો સૂરિમંત્ર કલ્પસંદોહ ભાગ-૧-૨ છપાઈ ગયા છે. પરંતુ વાસ્તવમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું આ અંગેની બધી માહિતી આમ્નાય અહીં અધિકારપૂર્વક મળશે એવો એમને વિશ્વાસ, આવી છાપ આ સમુદાય અંગે શ્રીસંઘમાં છે એની પાછળનું કારણ એ છે કે મહારાજ સાહેબે પ્રાચીન પરંપરાઓ બરાબર જાળવી છે. ઉસ્માનપુરા-અમદાવાદના જિનાલયની પ્રતિષ્ઠા અને વડી દીક્ષાનું વિધિવિધાનઃ વિ.સં. ૨૦૧૩ની વાત. ઉસ્માનપુરા-અમદાવાદના સંભવનાથની પ્રતિષ્ઠા કરવાનો વિચાર શ્રીસંઘને જયારે આવ્યો ત્યારે એ પ્રતિષ્ઠા પૂજય ઉદયસૂરિ મહારાજની પાસે જ કરાવવી છે એવો એમનો સંકલ્પ. નવસારીના વીરચંદ નાગજી સંઘના મુખ્ય આગેવાન, એમણે મહારાજ સાહેબને વિનંતી કરી. ઉદયસૂરિ મહારાજે તે વખતે ડોળીમાં બેસવાનું શરૂ કર્યું ન હતું. તેઓ ધીરે ધીરે વિહાર કરીને ઉસ્માનપુરા પધાર્યા. અહીં આવીને એમને ખબર પડી કે વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તબિયતની પ્રતિકૂળતાને કારણે પોતાના શિષ્યોની સાથે દેરાસરની બાજુમાં આવેલી કર્ણાવતી સોસાયટીમાં બિરાજમાન છે, અને તબિયતના કારણે હજી અહીં જ રોકાવા માગે છે. ઉદયસૂરિ મહારાજે ઉદારતાથી એમને સંદેશો કહેવડાવ્યો કે, ‘તમારે અહીં માત્ર રહેવાનું જ નથી પણ પ્રતિષ્ઠામાં સંપૂર્ણ હાજરી પણ આપવાની છે. ” આ એમની ઉદારતા. શ્રી ઉદયસૂરિ મહારાજ આદિ અમે બધા કોલસાવાળાના બંગલામાં રોકાયેલા. એમની સાથે અમે લગભગ ૩૦-૩૫ થાણાં. એ જ રીતે શ્રી પ્રેમસૂરિજી મહારાજ અને તેમનાં લગભગ ૪૦-૪૫ થાણાં. શ્રી પ્રેમસૂરિજી મહારાજના સમુદાયના એક સાધુ મહારાજની વડીદીક્ષા હતી. એ વડીદીક્ષામાં એમણે ઉદયસૂરિ મહારાજને આગ્રહ કરીને બોલાવ્યા. એમને કહ્યું કે “આપે બિરાજમાન રહેવાનું છે. અને આપે જ બધી વિધિ કરવાની છે. અમને આપનું વિધિવિધાન જોવાનો ક્યારેય અવસર મળ્યો નથી. અને સાંભળવા મળ્યું છે કે આપ શુદ્ધ પ્રાચીન પરંપરાને પુનર્જીવન : ૭ ૯૫ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126