Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 114
________________ માત્ર આટલા જ શબ્દો અને એમની વેધક આંખોમાં જોઈને પી. એલ. વૈદ્ય ઊભા રહી ગયા. બરાબર દસે આંગળીઓ ભેગી કરી મસ્તક નમાવ્યું. મહારાજ સાહેબે પૂછયું, “ક્રિમી માનવાનું ’િ - આપ અહીં શા માટે પધાર્યા છો ? . ‘નં જવ7 નાવ માગતો સ્જિ ” - માત્ર આપનાં દર્શન કરવા આવ્યો છું.' એટલુંયે માંડમાંડ બોલી શક્યા. બેત્રણ મિનિટ બેસી રજા લીધી. આ તદ્દન સત્ય વાત છે. એમની પાસે કોઈ અસત ક્યારેય ચાલી શકતું જ નથી. સત્યનું બળ અંદર એટલું બધું હતું કે અસત સામે આવતાં જ ઓગળી જાય. તેઓ ક્યારેય કોઈનાથી અંજાતા નહીં. પ્રાાહેબ પ્રભાવિત થયા : સં. ૧૯૭૭માં હઠીસિંહની વાડીએ મહારાજ સાહેબ બિરાજમાન હતા. તે વખતે વાડીલાલ કુસુમગર અને ચીમનલાલ કુસમગર કરીને બે ભાઈઓ હતા. તે વખતે મુત્સદ્દીગીર તરીકે એમની ગણના. મોટામોટા બ્રિટિશ અધિકારીઓ સાથે એમનો રોજનો ઘરોબો. પોતે જૈન હતા. તે વખતે અમદાવાદના હાઈકમિશ્નર પ્રાટ સાહેબ હતા. એ પ્રા સાહેબે એકવાર આ કુસુમગર ભાઈઓને કહ્યું કે “નેમિસૂરિ કરીને જૈનાચાર્ય છે એમને મળવાની મનમાં ઘણા વખતથી મારી ઈચ્છા છે. અહીંથી મારી અગાઉ જે અધિકારીઓ ગયા તેમણે કહ્યું છે કે તમે એમને મળજો.’ આ વાડીભાઈ કુસુમગર અને ચીમનલાલ કુસુમગર બહુ મોટા સમાચાર હોય તેવો હરખ કરવાને માટે મહારાજ સાહેબ પાસે આવી પહોંચ્યા. અહીના પ્રા સાહેબ આપને મળવા માંગે છે તેવી વાત કરી અને કહ્યું કે “આપ ત્યાં પધારો. શાહીબગમાં જ પ્રા સાહેબનું રહેઠાણ છે.' એક ક્ષણનોય વિલંબ કર્યા વિના મહારાજ સાહેબે કહ્યું, 'આમ ક્યારેય કોઈની પાસે ક્યાંય જતો નથી. એમને મળવું હોય તો ખુશીથી આવી શકે છે, અહીની મર્યાદામાં રહીને મારી સાથે વાત કરી શકે છે.' હવે આ પ્રસંગનો બીજો તબક્કો આવે છે. કુસુમગર બંધુઓએ પ્રાર્ સાહેબને જઈને વાત કરી કે મહારાજ સાહેબને અનુકૂળ નથી. આપ પધારો તો સારું. પેલા કમિશ્નરે ચાર-છ દિવસ જવા દીધા, ફરી એકવાર પ્રયત્ન કરાયો. પણ મચક ન મળતાં પ્રા સાહેબ મહારાજ સાહેબને મળવા આવવા તૈયાર થયા. વાડીલાલ કુસુમગરે મહારાજ સાહેબને વિનંતી કરી કે “સાહેબેજી, તે આવે ત્યારે આપ પાટ પર બિરાજમાન થાવ તો સારું. કારણ કે એમને ખુરશીમાં બેસાડવા પડશે.” મહારાજ સાહેબે કહ્યું, “મોતીલાલ સેતલવાડ અહીં આવ્યા છે, માલવિયાજી અહીં આવ્યા છે, આનંદશંકર ધ્રુવ આવ્યા છે ને હું તો આ રીતે જ બેસું છું. ને તેઓ પણ આ રીતે જ મારી સામે જોયે બેસે છે.' વાડીભાઈના મનમાં થયું કે આવો એક મોટો માણસ મળવા આવે છે ને મહારાજ સાહેબ કેમ કશી બાંધછોડ કરતા નથી ? આટલું તેઓ ન સ્વીકારી શકે ? પણ મહારાજ સાહેબના મનમાં આ મોટા માણસો મને મળવા આવે છે, પોતાની કીર્તિ ફેલાશે એવો કોઈ જ ભાવ નથી. હઠીસિંહની વાડીમાં બાજુના ભાગે આવેલા બંગલામાં ઉપરના માળે મા સાહેબ મહારાજ સાહેબને મળવા આવ્યા. ત્યારે વાડીલાલ બાપુલાલ અજોડ વ્યકિતત્વ : ૮ ૧૦ ૧૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126