Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 112
________________ શિવજી નામ છે. શિવજીભાઈને તો અમે જોયેલા. સં. ૨૦૧જું ચોમાસું ભાવનગરમાં થયું ત્યારે સૌરાષ્ટકેશરી ભુવનવિજયજી મહારાજનાં પ્રવચનો ચાલતાં હતાં. ત્યાં શિવજીભાઈ એ સાંભળવા આવતા. ઉત્તરવયમાં તો પોતે સાવ ઠંડા થઈ ગયા હતા. લાલનભાઈ પહેલાં સ્વર્ગવાસી થયેલા. તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી માણસ. શક્તિ તો દુનિયામાં બધાને મળે છે પણ જોવાનું એ હોય કે એનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ. શક્તિ શસ્ત્ર જેવી હોય છે. પરંતુ સાચા આત્માર્થી માણસો કદી પણ તેનાથી અંજતા નથી. ને કદાચ પોતાનામાં આ શક્તિ ન દેખાય તેથી અકળાતા પણ નથી. શક્તિનું મૂલ્ય કશું જ નથી, ને હોય તો તે સામાજિક મૂલ્ય છે. એ પુણ્ય-આધારિત મૂલ્ય છે. એ ક્યારેક દેખાય ત્યારે માણસ ફૂલે પુજાતો હોય છે અને પછી એ જ માણસ કણસતો પણ હોય છે. આત્મા માણસો કદી એની સ્પૃહો પણ કરતા નથી, આદર પણ કરતા નથી, ફક્ત જોતા હોય છે કે શક્તિ છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. શિવજી-લાલન કચ્છ-કોડાયની જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓ, મનસુખભાઈ કરીને એક મુખ્ય પંડિત હતા. તે ખૂબ જ ઊંડા અભ્યાસી અને પ્રાકૃતમાં પારંગત. જ્ઞાનપ્રેમી હોવાને કારણે તેમણે કોડાયમાં આ જ્ઞાનશાળા શરૂ કરેલી. અને કચ્છમાં ગયા ત્યારે જ્ઞાનશાળાના ભંડારનાં ખૂબ વખાણ સાંભળેલાં. ખાસ તો અમારે જ્ઞાનશાળા અને ભંડારમાંના ગ્રંથો જોવા હતા. એ જોયા પછી રોકાયા અને તેમાં ઊંડા ઊતર્યા કે આના સ્થાપક કોણ. કચ્છ-કોડાયનું જ્ઞાનાલય: જેમ જિનાલય હોય છે તેમ જ આ જ્ઞાનાલય બનાવેલું છે. ઉપરથી શિખરબંધ, અંદર ગભારો, ગભારામાં પબાસણ, એના પર સુખડનો મોટો સાપડો, સાપડા ઉપર આગમગ્રંથ. ત્યાં પ્રત્યેક વિદ્યાર્થીએ જઈ ખમાસમણ દેવાનું અને જ્ઞાનનું ચૈત્યવંદન કરવાનું. લાલનની સ્વમાન્યતાના પ્રચારનો ખુલ્લો વિરોધ: કેટલાય સાધુઓ અહીં ભણેલા. અજરામરજી મહારાજની પરંપરાના પૂનમચંદજી મહારાજ (જે પોતે સ્થાનકવાસી) અહીં ભણેલા. લાલને ત્યાં વિદ્વત્તા પ્રાપ્ત કર્યા પછી વકતૃત્વકળામાં પારંગત થયા. આ લાલને પોતાની ચારે બાજુ એવો પ્રચાર કરેલો કે હું પચીસમો તીર્થકર છું. ને આવું માનનારા પણ મળી આવ્યા. એમનો એટલો બધો અનુયાયીવર્ગ ભેગો થઈ ગયો કે સિદ્ધગિરિ ઉપર રાયણવૃક્ષની છાંય નીચે પાટ ઉપર જઈને તે બેઠા અને લોકોએ એમની પ્રદક્ષિણા લીધી અને ખમાસણાં દીધાં. એમની બિરદાવલિ બોલવામાં આવી. જેવા આ સમાચાર પૂજ્યપાદશીને મળ્યા કે તરત જ બોટાદ ખાતે બિરાજમાન એમણે આનો સખત શબ્દોમાં વિરોધ કર્યો. એમણે સહેજ પણ ડઘાયા કે ડય વિના કહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. આ કાળમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને તીર્થકર તરીકે ગણાવી જ ના શકે. તીર્થકર કેવા હોય, તેમનાં કલ્યાણકો કેવાં થાય, તેમના અતિશયો કેવા હોય એ બહું મોટી સભામાં એમણે વારંવાર કહ્યું. ચારેબાજુ આ વાત પ્રસરતી ગઈ. લોકોએ કહ્યું, “હવે અમારે શુ કરવું? એનો જવાબ એ હતો કે ‘લાલનને સંઘ બહાર મૂકી દો.” અલબત્ત, લાલન અંચલગચ્છના હતા. મહારાજ સાહેબે નીડરતાપૂર્વક જે પગલું ભર્યું એનાથી લાલન થથરી ગયા. તે શિહોર પાસેના મઢડા ગામે આવી ગયા. ત્યાં શિવજીભાઈનો આશ્રમ હતો. લાલનને થઈ ગયું કે આ અજીડ વ્યક્તિત્વઃ ૮ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126