Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 107
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૯૪ Jain Education International 2010_02 ખુશીથી હા પાડી. એ વખતથી જ એ પ્રતિમાજી મહારાજ સાહેબના મનમાં વસી ગયેલાં હતાં. ત્યારે એમણે મનોમન વિચારેલું કે આ પ્રતિમાજી કદમ્બગિરિમાં બિરાજમાન કરીશું. ભાવ કરીને પ્રતિમાજી કદમ્બગિરિમાં લાવ્યા. મૂર્તિને એક સુંદર દેરીમાં બિરાજમાન કરવાનું નક્કી થયું. પણ આ નિર્ણય લેતાં, મૂળનાયક તરીકે બિરાજમાન કરવાની વાત વીસરાઈ ગઈ. જ્યારે વાવાઝોડાનો પ્રસંગ બન્યો ત્યારે મહારાજ સાહેબે આત્મચિંતન કર્યું અને ધ્યાનમાં બેઠા ત્યારે એમને લાગ્યું કે કશીક સર છે, નહિ તો આમ બને જ નહીં. વિધિવિધાન, મુહૂર્ત અને અન્ય બધી જ બાબતો સાચવવામાં આવી છે, એકેમાં કસર નથી. મહારાજ સાહેબને થયું આ બધી બાબતો સચવાઈ હોવા છતાં આ બન્યું કેમ ? વિચારણામાં ઊંડાં જતાં એકદમ ઝબકારો થયો કે અહીં નમિનાથ પરમાત્માને લાવ્યા છીએ મૂળનાયક તરીકે બિરાજમાન કરવા અને આપણે તો અહીં એમને એક દેરીમાં બિરાજમાન કરીએ છીએ. આ આપણી ભૂલ છે. તે ને તે સમયે એમણે ક્ષમા માગી. પુનઃપ્રાર્થના કરી, ‘આપનું સ્વતંત્ર જિનાલય બંધાવીને આપને બિરાજમાન કરીશું.’ અને જે ક્ષણે મોટા મહારાજે મનોમન આ પ્રાર્થના કરી તે જ ક્ષણે સમગ્ર તોફાન શાંત થઈ ગયું. સમાચાર આવ્યા, ‘સાહેબ, બધું વ્યવસ્થિત થઈ ગયું છે.’ મહાહાજ સાહેબે કોઈને પણ તે વખતે આ વાત કહી નથી. એ તો બહુ પાછળથી જાણવા મળી. આજે પણ કદમ્બગિરિમાં મૂળનાયકના જિનાલયની ઉપરના ભાગમાં કદમ્બ ગણધરનાં જે પગથિયાં છે ત્યાં જઈએ ત્યારે ડાબી બાજુ જે છેલ્લું દેરાસર છે તે આ શ્રી નમિનાથ ભગવાનનું છે. દેરાસર આટલે ઉપર હોવા છતાં પણ અત્યારે પણ દેરાસરમાં જેવા જઈને બેસો કે તરત એક આહ્લાદક શાંતિનો અનુભવ થાય છે. એ આખાય સંકુલનું રક્ષણ કરનાર તત્ત્વ હોય તો આ ભગવાન છે. આ આખા દેરાસરનો લાભ શેઠ માણેકલાલ ચુનીલાલે લીધેલો. તે ઉપરાંત ત્યાં ઉદયસૂરિ જ્ઞાનશાળા, પોપટલાલ ધારશીનો ઉપાશ્રય, માણેકલાલ ચુનીલાલની સાત ઓરડાની ધર્મશાળા બન્યાં છે. મહારાજ સાહેબના આ મંડાણથી કદમ્બગિરિ જંગલમાં મંગલ બન્યું છે. નવપદજીની ઓળીની પરંપરા નવપદજીની ઓળીની પરંપરા પણ મહારાજ સાહેબે શરૂ કરી. મનસુખભાઈ ભગુભાઈ, માણેકલાલ મનસુખલાલ દ્વારા આ નવપદજીની ઓળી કરાવાતી. જ્યાં સુધી સિદ્ધચક્રપૂજનની વિધિની પ્રત નહોતી મળી તેવે સમયે મહારાજ સાહેબે માત્ર નવપદજીનું પૂજન તળેટીની અંદર પાલિતાણામાં સૌથી પહેલું ભણાવ્યું હતું. પછી પાંજરાપોળની જ્ઞાનશાળામાં સં. ૨૦૦૭માં માકુભાઈએ ઉદયસૂરિ મહારાજ વગેરે આચાર્યભગવતોની નિશ્રામાં સિદ્ધચક્રપૂજન ભણાવેલું. એ વખતે જેટલા વર્ણના પદ છે એટલા વર્ણવાળાં રત્નો મૂકીને માકુભાઈએ પૂજા કરેલી. મદ્રાસમાં રહેતા એક કેવળવિજયજી મહારાજે તે વખતે અનેક મહારાજ સાહેબોને પૂછી જોયા પછી ધુરંધરસૂરિ મહારાજને પુછાવ્યું હતું કે પ્રતિમાજી-વિસર્જનની વિધિ આપની પાસે હોય તો લખીને મોકલો. એ વખતે મહારાજ સાહેબ પાસે એ વિધિ હતી. એનાં ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126