Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 99
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૬ Jain Education International 2010_02 આચારાંગસૂત્રના ોગ, કલ્પસૂત્રના જોગ કરવાના, આગમો વગેરે ભણવાનાં. વીસ વર્ષનો પર્યાય થાય તે વર્ષોમાં તે સ્થવિર કહેવાતા. આ બધી પરંપરાઓમાંથી તે લોકો ધીરે ધીરે નીકળી ગયા. યોગ્ય જીવ લાગે તેને આચાર્ય બનાવી દે. શ્રીપૂછ્યોની પરંપરાની સમાંતરે સંવેગી પરંપરા ચાલી. સત્યવિજયજી મહારાજ સાહેબે એ શરૂ કરી. કપૂરવિજયજી મહારાજ અને તે પછી ખીમાવિજયજી મહારાજ, જિનવિજયજી મહારાજ, ઉત્તમવિજયજી મહારાજ, પદ્મવિજયજી મહારાજ, રૂપવિજયજી મહારાજ એ પરંપરામાં થયા. શ્રીપૂજ્યોનો પ્રભાવ અને રજવાડી ઠાઠ : આપણા મોટા મહારાજ નેમિસૂરિજી મહારાજ, તેમના ગુરુ વૃદ્ધિચંદ્રજી મહારાજ, એમના ગુરુ બુટેરાયજી મહારાજ, એમના ગુરુ મણિવિજયજી મહારાજ, એમના ગુરુ કસ્તુરવિજયજી મહારાજ, એમના ગુરુ કીર્તિવિજયજી મહારાજ - આ જે પરંપરા આવી તે સિંહસૂરિ મહારાજની સીધી પરંપરા આવી. તે સંવેગી પરંપરા કહેવાઈ. આચાર્ય ન બનાવી શકાય, યોગોદ્દહન કરે, પંન્યાસ પદવી સુધી પહોંચે પણ એમને શ્રીપૂજ્યોની આજ્ઞા માનવી પડે, ક્ષેત્રાદેશ પટ્ટક સ્વીકારવો પડે, ચોમાસું ક્યાં કરવું તે શ્રીપૂજ્ય ફરમાવે ત્યાં જવું પડે, તેઓ જે ગામમાં બિરાજતા હોય તે ગામમાં પોતે જાય તો પહેલાં એમને પ્રણામ કરવા જવું પડે. એમને અણુઢિયો ખામવાની જરૂર નહિ. પણ પ્રણામ કરવાના અને એક કપડો ભેટ આપવાનો. એ વખતે શ્રીપૂજ્યો જ્યાં બેઠા હોય તેને ગાદી કહેવાય. શ્રીપૂજ્ય સિવાય કોઈનાથી ત્યાં બેસાય નહિ. આજુબાજુમાં ચામર ઢળતા હોય. ઉપર છત્ર ઝૂલતું હોય અને આગળના ભાગમાં આવીને ભાટ-ચારણો બિરૂદાવલી બોલતા હોય. આ એમનું રજવાડું અને ઠાઠ. તેઓ શ્રીપૂજ્યો કહેવાતા. લોકો મોતીના કોથળા ભરીને ભેટ આપી જતા. તેમની નિશ્રામાં ઓચ્છવ થતા અને જયજયકાર વર્તતો. એ લોકોના ઉપાસકો પણ એવા ભક્તો હતા કે જ્યાં તેઓ હોય ત્યાં આ બધું વાતાવરણ ઊભું કરી દેતા. આ સંવેગી પરંપરાવાળા સાધુભગવંતો જેઓ સંપૂર્ણ આરાધક હતા અને પોતાની રીતે જીવનારા હતા, પણ આનો વિરોધ નહોતા કરતા એ લક્ષમાં લેવા જેવી વાત છે. શ્રી નેમિસૂરીશ્વરજી દ્વારા શ્રીપૂજ્યોની પરંપરાનું સમજણપૂર્વકનું પુનરુત્થાન ઃ પૂજ્યપાદ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજે શ્રીપૂછ્યોની પરંપરા બરાબર ધ્યાનથી જોઈ. પણ એમણે એકપણ વખત શ્રીપૂજ્યનો વિરોધ નથી કર્યો. એટલું જ નહીં, પણ આ પરંપરાને સમજ્યા પછી એને પુનર્જીવિત કરવાના પ્રયત્નો એમણે કર્યા. વિ.સં. ૧૯૭૬માં મહારાજ સાહેબ ઉદેપુર પધાર્યા હતા. તે વખતે તપાગચ્છના શ્રીપૂજ્યોની મુખ્ય ત્રણ ગાદીઓ હતી. એક બિકાનેરમાં, એક પાટણમાં અને એક ઉદેપુરમાં. અવાંતરે બીજી ઘણી. આ ત્રણ મુખ્ય ગાદીઓમાં ઉદેપુરની સૌથી પ્રાચીન ગાદી. કેમ કે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પટ્ટપરંપરામાં દેવેન્દ્રસૂરિ મહારાજ થયા. એ બધા ઉદેપુરમાં બિરાજમાન. અને ત્યાંના મહારાણા પાસે એવું સ્વીકારાવેલું કે એમના તાબાના જેજે ગામમાં શિવાલયનું શિલાસ્થાપન થાય તે-તે ગામમાં જિનાલયનું શિલાસ્થાપન થવું જ જોઈએ. આના કારણે આજે પણ મેવાડના ગામડે ગામડે એક બાજુ શિવાલય ને બીજી બાજુ જિનાલય જોવા મળશે. એથી જ મેવાડમાં લગભગ 3000 દહેરાંની વ્યાપક સંખ્યા છે. ગામમાં એક પણ જૈન હોય કે ન હોય, પણ જિનાલય બાંધવાનું અને આદીશ્વર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની. ત્યાં રીખવદેવ-કેશરિયાજી દાદાનો પ્રભાવ વધારે. વનેરા ગામમાં તો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126