Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 90
________________ સાધુને કહી દેવું કે “જે દિવસે ધર્મ પરથી - શાસ્ત્રો પરથી શ્રદ્ધા ઊઠી જાય તે દિવસે એના નામના રોટલા ખાવાનો અધિકાર નથી” એ પરિણતિ છે. “આ બધું જે કંઈ થઈ રહ્યું છે એમાં હું નથી' એવો ભાવ ન આવે તો એ શુભ ભાવના પતનનું કારણ બને છે. અમારે ત્યાં પરંપરા છે કે “ખમાસમણ હત્થણં'. દીક્ષા આપતાં, પદવી આપતાં તેમજ કોઈપણ કાર્ય કરતાં ઉપરનું વાક્ય બોલવામાં આવે છે. અમે નહિ, કોઈના પ્રતિનિધિ તરીકે અમે કાર્ય કરી રહ્યા છીએ. ‘નહfષે ત્રિફૂર્દિ “આ પૂર્વના ચાય જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે હું કદી રહ્યો છું. ' ઉત્તમ આત્માઓમાં આ ભાવ હોય છે તો જિનશાસનથી પરિણત થયેલાઓમાં તો આ હોવો જ જોઈએ. મહાકવિ કાલિદાસ પણ લખે છે કે મારા પૂર્વજો જે કામ કરી ગયા છે તેમાં હું તો માત્ર દોરો પરોવું છું. દેખાવ જુદી ચીજ છે, અંતરંગ પરિણતિ જુદી ચીજ છે. જિનશાસનની વર્તમાન સ્થિતિઃ આપણે જેમ-જેમ શાસનની પરિસ્થિતિમાં આગળ વધીએ છીએ તેમ તેમ દિવસો વધુ ને વધુ કપરા આવતા જાય છે. આનંદ અને પ્રમોદ ધીરે ધીરે સુકાવા માંડે તેવા દિવસો આવે છે. હરખ શેનો કરવો એ મોટો પ્રશ્ન બને તેવી સ્થિતિ છે. સાતે સાત ક્ષેત્રોનાં ઉપરનાં પડને બાજુ પર મૂકી અંદર ઝાંખીએ છીએ એ જ ક્ષણે આપણી બુદ્ધિ ક્ષણ માટે તો હતપ્રભ થઈ જાય છે. સાધુ-સાધ્વીનું ક્ષેત્ર હોય, જિનપ્રતિમા–જિનમંદિરનું ક્ષેત્ર હોય, જિનાગમ ને પાઠશાળાનું ક્ષેત્ર હોય કે શ્રાવક અને શ્રાવિકાનું ક્ષેત્ર હોય – બધી જગાએ કોઈ સંતોષકારક પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી. કેવળ એ આપણી નકારાત્મક દ્રષ્ટિનો પ્રભાવ છે એમ નહી, આ વાસ્તવિકતા છે. એનો સ્વીકાર કરવો પડે છે. આવા પ્રસંગોમાં આપણા નીડર ગુરુભગવંતોએ જે રીતે કામ લીધું છે તે રીત જાણવી અત્યંત જરૂરી છે. તેથી જ આ માત્ર વાર્તાલાપ નથી, આ કેવળ શ્રવણસુખ નથી; પણ ઉત્પન્ન પ્રસંગે કઈ રીતે વર્તવું તે માટેનું કાંઈક ભાથું મળી જાય અને તેને કારણે ખુદને, સંઘને કે શાસનને થનારું નુકસાન ઓછું થઈ જાય તે આવા વાતાલાપ પાછળની દષ્ટિ છે. હવે આપણે સં. ૧૯૯૧માં પૂજયપાદશીની નિશ્રામાં અમદાવાદ-રાજનગરમાંથી શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના સુપુત્ર માણેકલાલે કાઢેલા છ'રી પાલિત સંઘની વિચારણા કરીશું. સંઘ એ અત્યારના કાળમાં કોઈ નવી વાત નથી. પ્રત્યેક માણસના નજીકના કે દૂરના સંબંધીએ ક્યારેક તો કોઈક સંઘ કાઢચો હશે જ. પછી તે નાનો કે મોટો, નજીકનો કલિકુંડનો કે દૂરનો શિખરજીનો. આવા ઘણા સંઘો નીકળ્યા છે ને નીકળવા જોઈએ. એ વીસરી જવા જેવી ચીજ નથી. એના લાભો અનેક છે. સંઘ કેવો હોય તેની મુખ્ય આધારશિલા છે સંઘપતિ અને નિશ્રા આપનાર વ્યક્તિ. સંઘની દૂરગામી સફળતા પ્રાપ્ત કરવા માટે સંઘપતિના હૃદયની ભાવના અને નિશ્રા પ્રદાન કરનારના હૃદયનો આશય એ સૌથી અગત્યનાં છે. જો હૃદય ઉદારતાના ભાવથી છલકાતું હશે તો આપોઆપ એ ચીજમાં બરકત આવી જશે. આજે પણ જો સુકૃત કરવાનો ઉલ્લાસ કે અભિલાષ જાગે ત્યારે એ મન મૂકીને કરવાનું રાખજો. નહીંતર પ્રભુના શાસનમાં અનુમોદના નામનો એક ઉત્તમ પ્રકાર ઐતિહાસિક કા-૨ : ૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126