Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ ભક્તિ એક વાત છે, વિવેક બીજી વાત છે. ભક્તિથી આપણને થાય કે એમને સાજા કરીએ. કોઈ પણ રીતે જીવે તો સારું એમ થાય, પણ વિવેક શીખવાડે છે કે ના, એમના મનને કોચવીને આપણે કદી કશી સારવાર નથી કરવી. મનને શાતા પહેલી આપો. શરીરની શાતા બીજા ક્રમે રાખો. સૌથી અગત્યની ચીજ છે કે એમનું મન શેમાં રાજી છે. મન કોચવાશે તો શરીર આપોઆપ રિસાઈ જશે. અને મન પ્રફુલ્લિત હશે તો રિસાયેલું શરીર પણ સાજુંનરવું થઈ જશે. એ ૧૯૮૧માં આવેલો અણઉતાર તાવ નહોતો ઊતર્યો ત્યારે મહારાજ સાહેબે બધાની સામે કહ્યું કે “મને કોઈપણ દવામાં શ્રદ્ધા નથી. આવો તાવ આવે ત્યારે અડધું બળેલું પાણી લેવાનો ‘ભાવપ્રકાશ'માં જે ઉપચાર બતાવ્યો છે તે મારે કરવો છે. બીજો ઉપચાર માટે કરવો નથી.” આ બધાં શાસ્ત્રો મહારાજ સાહેબે સારી રીતે જોયેલાં. સ્મૃતિ અને મેધા તો એટલી બધી તીક્ષ્ણ હતી કે છેલ્લાં વર્ષો સુધી એના ફકરાઓ, પરિસ્કારો મોઢે હતા. એ ઉપચાર એમણે કર્યો ને એનાથી જ એ સાજા થયા. એક કલાક વ્યાખ્યાન આપવાનું હોય તે પહેલાં આ બાજુ ઉદયસૂરિ મહારાજ બિરાજમાન હોય, બીજી બાજુ નંદનસૂરિ મહારાજ બિરાજમાન હોય, પુસ્તકોનો મોટો ઢગલો પડ્યો હોય. કયા પુસ્તકમાં વ્યાખ્યાનના મુદ્દા પર શું આવે છે, કયા સાધુ ભગવંતોનો એ અંગે શું અભિપ્રાય છે વગેરે બધું ધારી લે, પોતે માત્ર બેસે. પેલા બન્ને જણા વાંચે, વારાફરતી બોલે અને કલાકેક પૂરો થઈ ગયા પછી પોતે વ્યાખ્યાનમાં બેસે ત્યારે અવ્યાહત ગતિએ, અખલિત વાગ્ધારાથી મહારાજ સાહેબ વ્યાખ્યાન આપે મદનમોહન માલવિયા અને મહારાજ સાહેબ : બનારસના હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક શ્રી મદનમોહન માલવિયાજી ફાળો કરવા માટે નીકળેલા. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે મહારાજ સાહેબ અહીં બિરાજમાન હતા. માલવિયાજીએ આનંદશંકર બાપુભાઈ ધ્રુવને પૂછયું, ‘અહીયાં અન્ય કોઈ મળવાલાયક પુરુષ છે ?' ત્યારે તેમણે મહારાજશ્રીનું નામ સૂચવેલું. જો કે તેઓ આ પહેલાં ઉદયપુરમાં મળેલા. અમદાવાદના સ્થાનિક વિદ્વજનો જેવા કે આનંદશંકર ધ્રુવ, ન્હાનાલાલ કવિ વગેરે મહારાજ સાહેબને મળવા વારંવાર આવતા ને તેઓ આવનાર વિદ્વજનો સાથે જ્ઞાનગોષ્ઠી કરતા. એ વેળાએ તેઓ જ્ઞાનમય લાગે. પેઢીના માણસો આવ્યા હોય ત્યારે તીર્થમય લાગે. માલવિયાજી જ્યારે મળવા આવ્યા ત્યારે તેમની સાથે મહારાજશ્રીએ સંસ્કૃતમાં ગોષ્ઠી કરી છે. બોલવાની છટા તો હતી જ. વળી ભાષા ઉપરનું પ્રભુત્વ ઘણું જ. જગન્નાથનો આ શ્લોક ૩૬ વાર વૃદ્ધા પથ્થર સમુ છન્નતિ ' મહારાજ સાહેબના મોઢે સાંભળીને માલવિયાજી ખુશખુશાલ થઈ ગયેલા, એટલું જ નહીં, કાશીના આ દિગ્ગજ વિદ્વાન એમનાથી પ્રભાવિત પણ થયેલા. મહારાજ સાહેબે માલવિયાજીને પૂછ્યું, “આ તમે યાચના કરવા નીકળ્યા છો, તો તમને કેવું લાગે છે ?” નોદ્વાર : ૪ પપ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126