Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 80
________________ પૂજ્યપાદ શાસનસમ્રાટ તે વખતે ત્યાં બિરાજમાન. વાડીલાલ જેઠાલાલ તે વખતે સંઘ લઈને ગયેલા ત્યારે મહારાજશ્રી ત્યાં રોકાઈ ગયેલા. તેમણે આ બધું સાંભળ્યું. બીજાઓ પણ સમસમી ગયા. તેમાંના એક કલકત્તાના બહાદુરસિંહજી બાબુ તો બધાની વચ્ચે બોલી ઊઠ્યા, “આ માણસને ઉડાવી દઈશ પણ આ નહિ થવા દઉં.’ મહારાજ સાહેબે કહ્યું, ‘આપણે તેવો છેલ્લા તબક્કાના કોઈ કામને અડવું નથી. આપણે પહેલાં સમજૂતીથી કામ લઈએ. કોર્ટમાં જઈએ. એ. જી.જી. ને મળીએ. આ બધા પ્રયત્નો કરીએ પણ આવું તો નથી કરવું.” મહારાજ સાહેબની આવી તૈયારી. તે ગાળામાં, ભાયચંદભાઈ કરીને પાલિતાણાના એક ભારાડી માણસ એને બોલાવીને બધી વાત કરી. સમજાવ્યો. તૈયાર કરીને મોકલ્યો. એણે બહુ સરસ કામગીરી બજાવી. નીચે જીવાપર, ડુંગરપર એ બધાં ગામોના જે ભરવાડો હતા એમનાં બકરાં ઉપર ચરવા જતાં હતાં. એમને કહ્યું, ‘તમારાં બકરાંનો વધ થવાનો છે. તમે બધા ખાધાપીધા વિના રહી જશો.' ભરવાડો કહે, “અમે કતલખાનું નહિ થવા દઈએ' આ વાત ચારે બાજુએ પ્રચાર કરીને તૈયાર કરી. મહારાજ સાહેબ પોતે પણ પધાર્યા. જીવા૫રની અંદર ચોરામાં બેસીને બધાને સમજાવ્યું કે તમને આવો વધ મંજૂર છે ?' બધાએ ના પાડી. બીજી બાજુ, જ્યારે સૌને ખબર પડી કે ઉપર ઈંટ, ચૂનો, પતરાં વગેરે પહોચી ગયાં છે ત્યારે તે લોકોને બોલાવીને બતાવવામાં આવ્યું કે જુઓ અહીં કતલખાનાની કેવી તૈયારી ચાલે છે. દરબાર પોતે સમજતો હતો કે કશુંક થશે, માટે પાલિતાણા છોડીને ગારિયાધાર ભાગી ગયો હતો. પેલા ભરવાડોએ તો અધૂરું ચણતર તોડી પાડ્યું. ચૂનો ઢોળી દીધો. પતરાં ફેંકી દીધાં. અને ઝગડો કરી જતા રહ્યા. આ સમાચાર દિવાન મારફત માનસિંહ દરબારને મળ્યા. દરબાર શું પ્રતિક્રિયા કરે છે, તેની પ્રતિક્રિયા શી હશે તે મહારાજ સાહેબ માટે જાણવી ખૂબ અગત્યની હતી. તે જાણી લીધા પછી જે તે પ્રતિક્રિયાને પહોચી વળવાની પૂવતિયારી કરી શકાય. અને આ બાબત મહારાજ સાહેબે ખૂબ સરસ રીતે પાર પાડી. ગોકળદાસ અમથાશા (પાછળથી સુભદ્રવિજયજી મહારાજ) એટલા બાહોશ અને વિચક્ષણ પુરુષ એમને મહારાજ સાહેબે આખો પાઠ કેવી રીતે ભજવવો તે સમજાવ્યું. એ બાવા બનીને ઘેટીના રસ્તે બેઠા. પેલો ખેપિયો નીકળ્યો. એને પોતે પીવા માટે ચા આપી, બીડી આપી, પાંચની નોટ પકડાવી અને એની પાસેથી કાગળ જાણી લીધો. કાગળ વાંચીને જેવો હતો તેવો પેક કરી લીધો. વાંચીને પેલો પહોચે એ પહેલાં તો મહારાજ સાહેબને બધા ખબર પહોચાડ્યો. જયારે સમાચાર મળી ગયા કે તે હવે કશું કરવા માગતો નથી, ઢીલો પડી ગયો છે એટલે મહારાજ સાહેબે કહ્યું કે “હવે કોર્ટમાં કેસ દાખલ કરો.” આ બાજુ ઉપર તોડફોડ કરવાના કેસમાં ભાઈચંદને પકડ્યો એને પૂછવામાં આવ્યું કે “ખરેખર હકીકત શું હતી ? બોલી જા. તને કોણે આ બધું ભરાવ્યું? કોનાથી પ્રેરિત થઈને તું ગયો ? તારી હિંમત નથી.” ગમે તેટલું દબડાવવા છતાં ભાયચંદ બિલકુલ ન બોલ્યો. એનાં આંગળાં ખાંડણીમાં મૂકી છુંઘાં. તેમ છતાં એક હરફ સરખો તેણે ઉચ્ચાયો ઐતિહાસિક કાર્યા-૧ : ૫ ઉo Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126