Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ તેમજ વડીદીસા વગેરે એમની પાસે થતાં. પણ તેઓ તો કાળધર્મ પામી ગયા હતા. હવે ક્યાં જવું? અમદાવાદમાં લુહારની પોળમાં એ વખતે પૂજ્યપાદ પ્રતાપવિજયજી મહારાજ હતા. (ડહેલાના ઉપાશ્રયના એક ફોટામાં એ જોવા મળેલા.) રૂપવિજયજી મહારાજની જે પરંપરા આવી એમાં રૂપવિજયજી-કીર્તિવિજયજી-કસ્તુરવિજયજી-મણિવિજયજી થયા એ પરંપરામાંના જ એક તે પ્રતાપવિજયજી, એમની પાસે જોગ કરવાને માટે ભાવનગરથી નેમિવિજયજી મહારાજ તથા બીજા બે સાધુઓ એમ કુલ ત્રણ જણા પાલિતાણાથી અમદાવાદ આવીને રહ્યા. જોગ - વડી દીક્ષા: ‘સિદ્ધાંતકૌમુદી' પૂર્ણ: અહીયાં આવ્યાં પછી નેમિવિજયજંના માંડલીના જોગ થયા. વડીદીક્ષા પણ થઈ. એમનો છ વિગયનો ત્યાગ ચાલુ હતો. છ વિગયના ત્યાગ સહિત એમણે જોગ કર્યો એટલે પ્રતાપવિજયજી મહારાજ સાહેબે કહ્યું કે, 'તમને અહીં શાસ્ત્રીજીનો પ્રબંધ કરી આપું પણ તમે સિદ્ધાંતકૌમુદી વ્યાકરણ પૂરું ભણી લો. આમ નેમિવિજયજીની નિષ્ઠા અને દ્રઢ સંકલ્પ જોઈ પ્રતાપવિજયજીએ સામે ચાલીને બધી વ્યવસ્થા કરી આપી. અને એમ અહીં અમદાવાદમાં સં. ૧૯૪૭માં ‘સિદ્ધાંતકૌમુદી વ્યાકરણ પૂર્ણ થયું. જે વખતે છ વિગયનો ત્યાગ હતો ત્યારે પણ મહારાજ સાહેબને ૧૦ તિથિના ઉપવાસની પ્રતિજ્ઞા ચાલુ હતી. એ કાળ ! એ જમાનો ! કેવું શરીર, કેવું તેજ, કેવું તપ ! કેવું સંયમ ! ‘સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કર્યા પછી ફરી મનમાં તલપ લાગી કે ગુરુભગવંત પાસે પહોચી જવું છે કેમ કે એમની તબિયત નરમ જ રહ્યા કરતી હતી. પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજ છેલ્લાં ૧૧ વર્ષ ભાવનગરમાં બિરાજમાન રહ્યા. એમને સંગ્રહણીનો વ્યાધિ હતો. ઘણી પીડા ને ઘણી તકલીફો હતી. એ વ્યાધિ પણ પોતે જાતે નોતરેલો હતો. એક વખત મૂલચંદજી મહારાજ વહોરીને આવ્યા. તે જમાનામાં શરીરેય મોટાં ને પાત્રાંયે મોટાં. મોટી તાપણીમાં દૂધપાક વહોરીને લાવેલા. આવ્યા પછી સૌ પ્રથમ થોડો દૂધપાક ચાખ્યો ને કહે, “આ તો ખારો ખારો લાગે છે. બનેલું એમ કે એમાં સાકરની જગાએ મીઠું નંખાઈ ગયું હતું. આરાધકતા-પ્રભાવકતા: પૂજ્યપાદ મહારાજ સાહેબ માત્ર પ્રભાવક શિરોમણિ ન હતા, એ પૂર્ણ આરાધક પણ હતા. આરાધકની ધરી ઉપર પ્રભાવકતા જ્યારે મહોરે છે ત્યારે ક્યારેય પણ પાછી પડતી નથી. આરાધકતા વિના આવેલી પ્રભાવકતા કડભૂસ થયા વિના રહેતી નથી. ઘણા એવા પ્રભાવકો જોવા મળ્યા છે જે હજારોની સભાઓને આંજી નાખે, પણ જેના મૂળમાં આરાધકતા નથી તે બધા સુરસુરિયાની જેમ થોડો વખત ઝબકારો કરી ક્યાંય અલોપ થઈ ગયા છે. પૂજયપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજના કારણે મહારાજ સાહેબના મૂળની અંદર આ પૂર્ણ આરાધકતા આવી હતી. પરઠવવાનો તો વિચાર પણ થાય. પણ એઠું છોડવાનો તો વિચાર પણ ન કરાય. એટલે બીજા કોઈને આપ્યા વગર પૂજ્યપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજે પૂજ્યપાદ ભૂલચંદજી, શાસન સમ્રાટ પ્રવચમાળા . Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126