Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ જંગમ પાઠશાળા : ૧૯૫૪માં તેઓ ખંભાત આવ્યા ત્યારે તેમણે એક વિશિષ્ટ પ્રકારની પાઠશાળા સ્થાપી. એને ‘જંગમ‘ પાઠશાળા નામ આપ્યું. ‘જંગમ' પાઠશાળા એટલે મહારાજ સાહેબ જ્યાં ચોમાસું બિરાજમાન રહે ત્યાં તો ભણવાનું જ, પણ વિહાર કરે એટલે વિદ્યાર્થીઓએ વિહારમાં જોડે ને જોડે રહેવાનું અને જ્યાં પહોંચે ત્યાં અડધા-પોણા કલાકમાં પૂરી પાઠશાળા સ્થપાઈ જાય અને અધ્યયન ચાલુ થઈ જાય. આ રીતે એને ‘જંગમ‘ પાઠશાળા નામ આપેલું. એને ચલાવવા ત્રણ શાસ્ત્રીઓ રાખેલા. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવાનું અને તેમની અભ્યાસની પ્રગતિ ઉપર સુપરવાઈઝરનું કામ કરતા. એ ‘જંગમ‘ પાઠશાળામાં રમણલાલ દલસુખભાઈ ભણેલા. ઊજમશી છોટાલાલ (ઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ) તૈયાર થયેલા. વાડીલાલ બાપુલાલ કાપડિયા પણ એમાં ભણેલા. આ બધા પુરુષોને તે વખતે ચાનક લગાડવી, સંસ્કૃતના અભ્યાસ તરફ વાળવા અને એમાંય વ્યાકરણ અને કાવ્ય શીખવાડવું એ માટે અંદરથી એમને કેટલી ખાંખત હશે ! ૧૯૫૪માં તે વખતે અમરચંદ પ્રેમચંદ શુદ્ધ શ્રાવક. સમ્યક્ત્વધારી, બાર વ્રત પૂર્ણ પાળનારા. એમણે એ જમાનામાં પરિગ્રહ-પરિમાણ રાખેલું. એ જમાનામાં ૯,000 રૂપિયાનું એ પરિગ્રહ-પરિમાણ. એનાથી એક પણ પૈસો વધી ન જાય તેની કાળજી રાખે. અને વધી જાય તો સાતેય ક્ષેત્રોમાં વાપરવાનો નિશ્ચય. તેમાં અતિચાર ન લાગે તેની પણ કાળજી રાખે. ચોમાસામાં એમને મહારાજ સાહેબે ઉપદેશ આપ્યો, પંડિતો રાખ્યા છે અને તેમના પગાર માટે કેટલોક ખર્ચ કરવાનો છે. દસ હજાર રૂપિયા જો આપવામાં આવે તો પાઠશાળા સરસ શરૂ કરી શકાય અને લાંબો સમય ચાલુ રહે. પછી તો આગળ આગળ રકમ મળશે.’ અમરચંદભાઈ : અમરચંદ જ્ઞાનના પ્રેમી હોવાના કારણે ‘આવું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે તો દસ હજાર રૂપિયા હું આપીશ.’ એમ કહી દીધું. ઘરે આવ્યા. પોપટલાલ અને છગલશીભાઈ એ એમના દીકરાઓએ વિચાર્યું કે જો બાપુજી રૂપિયા આપી દેશે તો આપણને મિલકતમાં એટલો ભાગ ઓછો મળશે. આ વાત મહારાજ સાહેબના કાને આવી. એમણે અમરચંદભાઈને બોલાવીને કહ્યું, ‘તમારું મન રાજી રહે એમ જ કરજો. દબાણ નથી.’ તેઓ કહે, ‘ના મહારાજ સાહેબ, આ મન રાજી રાખવાની વાત નથી. હવેની વાત તો મારી છે.’ વચ્ચેના ગાળામાં એવું બન્યું કે ચલણી નાણું બદલાઈ જતાં ૯૯,000 રૂપિયા તે હવે ૭૪,૦૦૦ ગણાય. ઘરમાં કાંઈક ક્લેશનું વાતાવરણ સર્જાયું. ત્યારે અમરચંદભાઈ સવારના ઊઠીને વિચાર કરવા લાગ્યા ‘આવો ક્લેશ શા માટે ? એ જોઈએ નહીં. છોકરાઓ ભલે રાજી છે. ' પાસે પોતાનાં અને પત્નીનાં ઘરેણાંનો દાબડો હતો તે લઈ સવારના પહોરમાં સીધા તેઓ મહારાજ સાહેબ પાસે પહોંચી ગયા. ‘આ દાબડો. દસ હજારની આસપાસની કિંમત થાય છે. બસ્સો વધુ હશે પણ ઓછા નહિ. આપ યોગ્ય શ્રાવકને સોપી દો જેથી હું ઋણમુક્ત બની જાઉં અને આપણું કામ થવું જોઈએ.’ આમ આ ‘જંગમ‘ પાઠશાળા ’૫૪ થી ’૫૭ સુધી બરાબર ચાલી. જે વિદ્યાર્થીઓ એમાં ભણ્યા એમાંથી જ કેટલાકની દીક્ષાઓ પણ થઈ. ઉદયસૂરિ મહારાજ, પ્રવર્તક યશોવિજયજી મહારાજ ત્યાંથી થયા. આવી જ્ઞાનની લગની એમના હૃદયમાં લાગેલી હતી. આવી ધૂણી ધખાવી હતી. જ્યારે એમણે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની ‘બાવીસહજારી’ વાંચી એ ક્ષણે એમના મનમાં એમ થયું કે ‘આવા મહાજ્ઞાની પુરુષ ગ્રંથ ઉપરની વૃત્તિ લખે છે અને એમાં અનેક વિષયોની સ્પષ્ટતા અને ઊંડાણ મળે છે તો એમના પોતાના ગ્રંથો કેટલા અદ્ભુત હશે ! Jain Education International 2010_02 For Private & Personal Use Only વિદ્યાભ્યાસમાં હણ્ણાળ:૨ ૨૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126