Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 60
________________ હોદ્દેદારો કામ જેવા નીકળ્યા. બધું જોતાજોતા સૌ ગભારામાં આવ્યા. ત્યાં આવતાં જ પાર્શ્વયક્ષ એમને સામે જ દેખાયા. અંદરોઅંદર વાત થવા લાગી. તેમાંના એક (મારે નામ નથી આપવું) શેઠશ્રી કસ્તુરભાઈને કહે છે, “શેઠ, બીજું બધું તો સરસ છે પણ આ જે અધિષ્ઠાયક યક્ષ છે તેની મૂર્તિ તો ગભારાની બહાર જોઈએ. ગભારામાં અંદર મૂર્તિ કેમ મૂકી છે ? આપણે પ્રતિષ્ઠા કરવાની જ છે તો આ મૂર્તિને બહાર સ્થાપન કરીએ, પણ ધન્ય છે કસ્તુરભાઈની એ દીધદષ્ટિને. એમણે કહ્યું કે, “આ દેરાસરમાં કોઈ પણ રીતનો ફેરફાર ઉદયસૂરિ મહારાજ સાહેબને પૂછડ્યા વિના થઈ શકશે નહિ. આપણે બધા ત્યા જઈએ. તમારી વાત રજૂ કરીએ પણ મહારાજ સાહેબ કહેશે તો જ ફેરફાર થશે તમારા કહેવાથી એ થઈ શકશે નહીં.' પેલા ભાઈએ આગ્રહ રાખ્યો પરંતુ કસ્તુરભાઈએ મચક ન આપી. મહારાજ સાહેબ સાદડીમાં બિરાજમાન હતા. પ્રતિષ્ઠા નિમિત્તે વિહાર કરીને પધારેલા હતા. - શ્રી ઉદયસૂરિ મહારાજ ઉપરાંત શ્રી નંદનસૂરિ મહારાજ, શ્રી વિજ્ઞાનસૂરિ મહારાજ, શ્રી કસ્તુરસૂરિ મહારાજ, શ્રી મેરુપ્રભસૂરિ મહારાજ તે સૌને આ પ્રસંગે આમંત્રેલા હતા. વિધિકારકોને બોલાવીને સન્માનથી રાખેલા. તે વખતના જે જતિ મહારાજ હતા તેમને પણ બોલાવ્યા હતા. - સૌ હોદ્દેદારોએ આવીને ઉદયસૂરિ મહારાજને પાશ્વયક્ષની મૂર્તિ બાબતે વાત કરી. વાત સાંભળીને મહારાજશ્રીએ કહ્યું કે, ‘તમને એ વાતની ખબર છે કે સં. ૧૪૯૯માં પ્રતિષ્ઠિત થયેલ ભગવાન અહીંયાં આવી રીતે કેમ બિરાજમાન થયા છે ? એમનો ચોકી પહેરો કોણ ભરે છે? એમનો સૈનિક કોણ છે ? તમારે એને બહાર મૂકવા છે ?” કસ્તુરભાઈએ પેલા ભાઈને કહ્યું, “સાંભળી લો આ વાત.' આપણા બધા કરતાં સોમસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઘણા નિષ્ણાત હતા.' મહારાજ સાહેબે વાત આગળ ચલાવી, ‘તેઓએ આ પાશ્વયક્ષને આમ બિરાજમાન કયા છે. આપણી તાકાત નથી, ને આપણી ઇચ્છા પણ ન હોવી જોઈએ. એમણે સમજી-બૂઝીને જ આ કર્યું હશે. માટે તેમને ગભારામાં જ રાખવાના છે.” આજે પણ તેઓ ત્યાં જ છે. આપણું ક્ષેત્ર ન હોય ત્યાં ડહાપણ કરવું સારું નહિ. ધર્મની બાબતમાં ગુરુને શરણે જવામાં લાભ છે. આવી બીજી વાતો હવે આગળ ઉપર જોઈશું. સૂરિપદાપણા અન્ને તીર્થદ્વાર : 3 ૪૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126