________________
શેઠશ્રી મનસુખભાઈ
ਅਮਰ
પ્રવચનમાળા
૨૬
Jain Education International 2010_02
સાથે કહે છે, 'આ કોણ મહારાજ સાહેબ છે કે જેમના ખબરઅંતર પૂછવા આટલા તાર આવ્યા કરે છે.’
ચાર દિવસે ગુરુભગવંતની કૃપાથી, દેવગુરુપસાયે મહારાજ સાહેબને તાવ ઊતરી ગયો. આ સમાચાર મળ્યા ત્યારે મનસુખભાઈને શાંતિ થઈ.
જિનશાસન આનાથી રળિયામણું છે. જે માણસો સાવ ટૂંકા છે, વેતિયા છે, જે ઘરમાં પુરાઈ રહે છે, માત્ર પેટભરા છે, ખૂણે ભરાઈને બેસી રહે છે એમનાથી શાસન ચાલતું નથી.
મનસુખભાઈ ભગુભાઈ તો એક નામ આપ્યું. આવા તો પ્રતાપસિંહ મોહનલાલ, ચમનલાલ લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ – આ તો અમદાવાદના – ઉપરાંત એકેએક ગામમાં એવા નામાંકિત પુરુષો હતા. ઉદેપુરના, બિકાનેરના, ફ્લોધિના એવા શ્રાવકો હતા. જ્યાં જ્યાં મહારાજ સાહેબ પધાર્યા ત્યાં ત્યાં તેમને ઉચ્ચ કક્ષાના ભક્તિવાળા શ્રાવકો મળ્યા છે. તેમના થઈ ગયા છે. ઉદેપુરના મહારાણા ફત્તેહસિંહજીના દીવાન ફત્તેહકરણ હતા. તે મહારાજ સાહેબ પાસે ખુલ્લા પગે ચાલીને ભણવા આવતા. મહારાજ સાહેબની પ્રતિભાનાં દર્શન કરીને એમને થયું કે આના જેવા તેજસ્વી સંત જોયા નથી. એમની સાથેનો પ્રસંગ આપણે આગળ ઉપર જોઈશું. આ સત્ત્વ, આ તેજની પાછળ કયું પરિબળ છે તે આપણે જોઈ રહ્યા છીએ. ‘પરિભાષેન્દ્રશેખર’નો અભ્યાસ : ડૉ. રાનડે સાથે પરિચય :
સં. ૧૯૫૨નું ચોમાસું મહારાજ સાહેબે વઢવાણ કર્યું. એ ચોમાસામાં દિનકરરાવ શાસ્ત્રી પાસે મહારાજસાહેબ ‘પરિભાષેન્દુશેખર’ વાંચે છે. એમને ક્યાંય ધરવ નથી, અંત નથી, સંતોષ નથી. ‘પરિભાષેન્દ્રશેખર’ એ પાણિનિના વ્યાકરણ પરનો ગ્રંથ કહેવાય. અને એના શાસ્ત્રાર્થો સામાન્ય પંડિત પાસે નહિ, પરંતુ એમણે રાખેલા આ દાક્ષિણાત્ય પંડિતો પાસે કરવામાં આવતા. તે વખતે ગોવિંદ રાનડેના સગાભાઈ રાનડે ડૉક્ટર વઢવાણમાં હતા. સુરેન્દ્રનગરમાં લશ્કરી કેમ્પ હતો. અને તેને કારણે આવી વ્યક્તિઓ ત્યાં રહેતી હતી. એમનો પણ મહારાજ સાહેબને પરિચય થયો છે. ડૉ. રાનડે એમની પાસે આવતા. મહારાજ સાહેબ ‘પરિભાષન્દુશેખર’ ભણે છે એ જોઈને તો તે દંગ થઈ ગયા. પરિચય એ રીતે થયેલો કે રાનડે ડૉક્ટરને એક વાર દિનકરરાવ શાસ્ત્રી રસ્તામાં મળી ગયા. પૂછ્યું કે ‘અહીં કોઈ પંડિત માણસ છે ? મારે એમની પાસે અમુક વાત જાણવી છે. થોડી વાતો કરવી છે.’
એક વખત જેનો ચસકો લાગે છે ત્યારે તે માણસ તેવી સંગતવાળા માણસને શોધતો ફરે છે. અંદરથી એ વાત ઊઘડવી જોઈએ. વિદ્યા-વિનોદ એ એવી ચીજ છે. કહ્યું છે ને કે :
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
એટલા માટે ડૉ. રાનડે એમને આ સ્વરૂપે પૂછે છે. તે વખતે આ શાસ્ત્રીજી કહે છે, મહારાજશ્રી અહીંયાં છે. હું તેમને ‘પરિભાષેન્દ્રશેખર' ભણાવું છું. અમે સાથે વાંચીએ છીએ.' તે પછી ડૉ. રાનડેએ મહારાજશ્રી સાથેનો પરિચય વધાર્યો.
ગુજરાત તે વખતે આવી બધી બાબતોમાં સામાન્ય રીતે પછાત. અહીં વિદ્યાના પ્રવાહો એટલા જોવા ન મળે. એટલે જ્યારે ડૉ. રાનડેએ આવીને મહારાજ સાહેબ પાસે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. છેક ‘૫૪ સુધી આ તંતુ ચાલ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org