Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 54
________________ તોરણ બાંધવાની વાત શાસ્ત્રનાં પાનાંમાં લખેલી નથી હોતી. પણ આ કેવી હૈયાઉકલત ! કેવી કોઠાસૂઝ ! કેવી ગુરુકૃપા ! ‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દનો મ : અત્યારે તો આપણે તીર્થોદ્વારના એક ભાગ તરીકે શેરીસાની વાત કરી રહ્યા છીએ. પણ આ આખો પ્રસંગ જુદા સ્વરૂપે પણ જોવા જેવો છે. જે બિંબ હોય છે તે વાસ્તવિક શું હોય છે ? તે પરમાત્મતત્ત્વ તો છે જ, પણ પરમાત્મતત્ત્વની સાથે એ આરોપિત પરમાત્મતત્ત્વ પ્રાણતત્ત્વ તરીકે ઓળખાવાય છે. એટલા માટે જ ‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દ વાપરવામાં આવે છે. ‘અંજનશલાકા’ શબ્દની સાથે આ શબ્દ કૌંસમાં વપરાય છે. જે પ્રાણ આરોપિત થાય છે તે કેવા સક્રિય હોય છે તે આ ઘટનામાં જોવા મળે છે. જેવું તોરણ હાથમાં આવ્યું કે પ્રભુજી તરત હાથમાં આવ્યા. એ જ રીતે કરવામાં આવતા અઢાર અભિષેક, આશાતનાનિવારણ માટેની સત્તરભેદી પૂજા આ બધું પ્રાણની સુરક્ષા માટે હોય છે. પરમાત્મતત્ત્વ તો નિરંજન નિરાકાર છે. પ્રાણ એ શક્તિ છે. શક્તિ ઉપર જ્યારે ધૂળ ચડે છે કે આવરણ આવે છે તેને દૂર કરવા અઢાર અભિષેક છે. એ વિધિપૂર્વક થાય, શુદ્ધ ઔષધિઓ સાથે થાય ત્યારે ફરી પાછો પ્રાણ ધબકતો થાય છે. જેમ રોગમાંથી પસાર થયેલા મનુષ્યને પૌષ્ટિક ઔષધોની જરૂર પડે છે એમ પ્રભુજી માટે નૈવેદ્ય-પૂજા એ પૌષ્ટિક આહાર છે. એ થવો જ જોઈએ. દર બેસતા મહિને પ્રભુજી સમક્ષ નૈવેદ્યનો એક થાળ ધરાવવો જ જોઈએ. જુઓ કે પછી એમાંનો પ્રાણ કેવો પ્રસન્ન બને છે ! આમાંની કેટલીયે પરંપરાઓ લગભગ આજે લુપ્ત થઈ ગઈ છે. જોકે કેટલાંક જૂનાં ઘરોમાં એ સચવાયું છે ખરું. Jain Education International 2010 02 For Private & Personal Use Only સૂરિપદા‹પણ અને તીર્થોદ્ધાર : 3 ૪૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126