Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 55
________________ શેરીસામાં પ્રભુપ્રવેશ વખતે ગભારામાં માત્ર ચાર જ જણા હતા. અને તે વખતે જે અમીઝરણાં થયાં છે ! પ્રભુના અંગેઅંગમાંથી જાણે અમૃત નીચોવી લો. આટલો જાગ્રત પ્રભાવ ત્યાં હતો. પણ કાળ પણ એનો ભાગ ભજવે છે. ૨૦૦૨માં પ્રતિષ્ઠા થઈ મહારાજ સાહેબ ત્યા બિરાજમાન હતા પણ તે વખતે સારાભાઈ ડાહ્યાભાઈની ઉપસ્થિતિ નહોતી. - વાઈસરોય પાસે કામ કઢાવવું તે સારાભાઈનું કામ. ખૂબ જ બાહોશ માણસ, આવા અલગ અલગ ક્ષેત્રના માણસો મહારાજ સાહેબના હાથ અને પગ હતા અને સ્વાભાવિક રીતે સમર્પિત થઈને રહેતા હતા. પ્રવતર્ક યશોવિજયજી : - પ્રવતક યશોવિજયજી કરીને એક મુનિ મહારાજ તેમના શિષ્ય હતા. મૂળ તેઓ ભરવાડ, પણ વિદ્વાન એટલા બધા કે કદાચ જો એમના આયુષ્ય સાથ આપ્યો હોત તો એમની તોલે આવે એવો વિદ્વાન વતમાનકાળમાં મળવો મુશ્કેલ હતો. નાની ઉંમરમાં લખી ગયેલા એમના શ્લોકોનો અર્થ ઉકેલતાં આજે મોટી ઉંમરના વિદ્વાનોને બે ઘડી થોભવું પડે છે. “સ્તુતિ કલ્પલતા' નામના ગ્રંથમાં તેમણે ભગવંતની સ્તુતિ, ગુરુમહારાજની સ્તુતિ ૧૦૮ શ્લોકથી કરી છે. નેમિસૂરિ મહારાજ વિશે ‘સૂરિસ્તવ શતક' નામે ૧૦૦ શ્લોકની રચના કરી છે, જે ખૂબ જ અદ્દભુત છે. એમાં મહારાજ સાહેબના વ્યક્તિત્વનાં પાસાંઓનું અને વિકસતી પ્રતિભાનું દર્શન થાય છે. આ મહારાજશ્રીના ખાસ ભક્ત હતા. વાલુ કડવાળા રતનજી વીરજી. આજે પણ ભાવનગરમાં તેમની જર્જરિત હવેલી ઊભી છે. તેઓ પોતે વિદ્યાના રાગી હતા તેથી જ મહારાજશ્રીના તેઓ ભક્ત હતા. પંડિત સુખલાલજી પણ ઘણીવાર આરામ કરવાને તેમને વેર વાળુકડ રહેવા જતા. પ્રવતક યશોવિજયજી સાથે કુલ ત્રણ દીક્ષાઓ થઈ પણ એમાંથી બેને મહારાજ સાહેબે બીજાના શિષ્ય બનાવ્યા છે. પણ મહારાજ સાહેબના આ શિષ્ય નાના બાળક હતા એટલે કે આઠેક વર્ષની ઉમર હતી ત્યાર સુધી તેઓ મનસુખભાઈને ત્યાં જ રહેલા. ક્ષયની બિમારીના કારણે ખેડામાં કાળધર્મ પામી ગયા. જ્યારે અંતિમ સ્થિતિમાં હતા ત્યારે તેમની તબિયત જોવા માટે આવેલા વૈધની સાથે ભગવદ્ ગીતાના જૈનદશનાનુસારી અર્થ પોતે સમજાવતા હતા. આ પ્રવર્તક યશોવિજયજી મહારાજ સાહેબના આવા શિષ્ય હતો. વળી, પ્રતાપસિંહ મોહોલાલ, ચીમનભાઈ લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ ભગુભાઈ સુતરિયા આ બધા સદ્દગૃહસ્થો જયારે ધીરે ધીરે પરલોકે ગયા ત્યારે સાચા અર્થમાં કહીએ તો મહારાજ સાહેબ ભાંગી પડ્યા છે. એમના હૃદયને ધક્કો લાગ્યો છે. પોતાના નિકટના વર્તુળમાં તેમણે ઉદ્દગારો કાઢવા છે કે, “મારા હાથ અને પગ ભાંગી પડ્યા.” આ બધા સાથેની આત્મીયતાનું મહારાજ સાહેબે અવરનવર વર્ણન કરેલું છે. અંબાલાલ સારાભાઈ, પ્રતિષ્ઠામસંગ અને જ્ઞાતિજનો : અંબાલાલ સારાભાઈના કુટુંબનાં ત્રણ દેરાસરો. ઘીકાંટાનું શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું, અષ્ટાપદજીનું અને ત્રીજું કામેશ્વરની પોળનું દેરાસર. કામેશ્વરની પોળના દેરાસર સામે એમની હવેલી. પ્રતિષ્ઠા વખતે અંબાલાલ સારાભાઈ મહારાજ સાહેબને લઈને આવ્યા ત્યારે જ્ઞાતિમાં મોટો ઝગડો ચાલે. જ્ઞાતિજનોએ અંબાલાલને જ્ઞાતિ બહાર મૂકેલા. આ ઝગડાને કારણે પ્રતિષ્ઠા નિમિત્તેના ભોજનમાં કોઈ જમવા ન આવે એવું હવામાન હતું. સામ્રાટ પ્રવામળ ૪૨ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126