Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ બત્રીશીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, ‘વૈરાગ્યશતક'ની રચના કરી. આ રચનાઓનું એક પુસ્તક પ્રગટ કર્યું. વાડીલાલ બાપુલાલ કાપડિયાના જૈન એડવોકેટ પ્રિન્ટિંગ પ્રેસમાં એ છપાવ્યું. આ પુસ્તકના ‘અર્પણ'માં અમૃતસૂરીશ્વરજીએ આ શબ્દો લખ્યા છે કે, “જેને દેખી બહુ શુતરો પૂર્વના સાંભરે છે.” આખું પણ આ પ્રમાણે છે : ભક્તિની ભેટ (છંદ : મન્દાક્રાન્તા) જેને દેખી બહુશ્રુતધરો પૂર્વના સાંભરે છે, જેના પ્રત્યે નિખિલ જનતા માન મોટું ધરે છે, કાપે છે જે કુમત તરુના કંદને મૂળમાંથી, આપે છે જે ભવજલ તરી દેશના મોક્ષસાથી. જેણે દીક્ષા ભગવતી મને આપીને સાથ લીધો, સ્ફોટા યત્ન સુખકર મને મૂર્ખને બોધ દીધો, જેઓ નિત્યે મુજ હિત તણો માગ ખંતે કહે છે, તે શ્રી નેમિસૂરિ ચરણમાં ભક્તિની ભેટ આ છે.” મહારાજ સાહેબના વ્યક્તિત્વની હાજરીમાં, એમના શિષ્ય એ વખતે એમને જોઈને આ શબ્દો વાપરે છે. આ શબ્દો માત્ર એમના આ એક શિષ્યના નથી. પૂજયપાદ આ.મ. શ્રી વિજયનન્દનસૂરિ મહારાજે પણ પૂજયપાદશીની સ્તુતિ સ્વરૂપ એક સૂરિસ્તવશતકની રચના કરી છે, તેમાં પણ તેમને આ રીતે યુગપ્રધાન પુરુષની યાદ કરાવનાર તરીકે કહ્યા છે. તે શ્લોક આ પ્રમાણે છે : महानिशीथ मुख्येषु सूत्रेषूक्तविधानतः । योगोपधान मालायाः परिधापन वासरे ॥ १०१ ॥ मालायाश्च महामन्त्रं विदघतो महौजसः । पूर्वयुगप्रधानानां स्मृति कारयतोविभोः ॥ १०२ ॥ सूरिस्तवशतके આમ અનેકના શબ્દો છે. આ અનેક પૈકીના એક એટલે લક્ષ્મીચંદભાઈ – એમના પિતાજી. એમણે સં. ૧૯૬૪માં પત્રમાં લખ્યું છે કે તમારું વ્યાખ્યાન સાંભળીને મને પૂર્વના મહાપુરુષો કેવા હતા તેની ઝાંખી થઈ છે. પિતાજી પોતે પણ અભ્યાસી હતા. એવા માણસે કબૂલાત કરીને પત્ર લખ્યો છે. પત્ર ઘણો કિંમતી છે. પત્ર છપાયો છે. એક પ્રાચીન ગાથા યાદ આવે છે : गोयम सोहम जंबू पभवो सिज्जंभवो अ आयरिया । अन्नेवि जुगप्पहाणा दिठ्ठा सव्वे वि तुह दिखे ॥ આપને જોવાથી ગૌતમસ્વામી, સુધમાસ્વામી, પ્રભવસ્વામી અને સ્વયંભવસ્વામીની જે ઉજ્જવળ પ્રભાવક પુરુષોની પરંપરાના યુગપ્રધાનોને જ જાણે ન જોયા હોય તેવું લાગે છે. મહારાજશ્રીના જીવનમાં અનેક ઘટનાઓ સ્વાભાવિક બની છે. એક પણ ઘટના માટે એમણે ઈચ્છા નથી કરી. માટે જ ઘટના ઘટ્યા પછી તેનો અહંકાર તેમને કદી સ્પેશ્ય નથી. સૂરિપદાવૌપણ મને તીર્થોદ્ધાર : 3 3 3 Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126