Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ ૧૯૪૭માં નેમિવિજયજી ભાવનગર પાછા પધાર્યા, '૪૮માં સિદ્ધાંતકૌમુદી પૂર્ણ કરી અને છ વિગયના ત્યાગનો સંકલ્પ પણ પૂરો થયો. આ બધું જાણીને વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ગંભીરવિજયજી મહારાજ સાહેબે મસલત કરી કે ‘આનામાં આટલી બધી ક્ષમતા છે તો હવે તેને પંજાબી દાનવિજયજી પાસે ભણવા માટે મોકલીએ.” પંજાબી દાનવિજયજી મહારાજ પૂજ્યપાદ ભૂલચંદજી મહારાજના શિષ્ય. પાલિતાણામાં વધુ રહેલા. ગિરિરાજના પરમ ભક્ત. જેસરમાં રહેલા મણિવિજયજી મહારાજને ગિરિરાજ ઉપર જેવી અથાગ ભક્તિ હતી, બસ, તેની યાદ અપાવે તેવી અથાગ ભક્તિવાળા આ પંજાબી દાનવિજયજી મહારાજ. પાલિતાણા ગામમાં મોતી કડિયાની મેડીમાં તેઓ બિરાજતા હતા. નવ્ય ન્યાયના અજોડ વિદ્વાન, કેમ કે એ સંસ્કૃત ભાષાની વિદ્વત્તાનો પાયો દીક્ષા લીધા પહેલાં સ્થાનકવાસી પરંપરામાં નાખીને આવેલા. તેમણે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પત્ર લખીને જણાવેલું કે નેમિવિજયજીને ભણવા માટે અહીં મોકલો એટલે આવા સંવેગી અજોડ વિદ્વાનની પાસે નેમિવિજયજીને ભણવા માટે મૂકવાનું વિચારાયું. સારું બનવાનું હોય ત્યારે સારું જ સૂઝે. અહીં ભાવનગરમાં બધી જ પરિસ્થિતિ મુકેલ. પૂજયપાદ વૃદ્ધિચંદ્રજી મહારાજની નાજુક તબિયત દિવસે દિવસે ઘસાતી હતી. ક્યારે શું થાય તે કહેવાતું ન હતું. આ સંજોગો જોઈને નેમિવિજયજીએ કહ્યું કે, “ના સાહેબ, આવા સંજોગોમાં ગુરુમહારાજને મૂકીને જવાનું મન નથી.” પાલિતાણા - પંજાબી દાનવિજયજી પાસે; “ગંભીરવિજયજી મહારાજ, ધર્મવિજયજી મહારાજ, ચારિત્રવિજયજી મહારાજ સૌ એમ કહે છે કે તમે જાવ. અને આટલે સુધી પહોચ્યા તો પૂરું કરો. અહીં અમે બધા છીએ.” અને આમ સૌના આગ્રહને કારણે મહારાજ સાહેબ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસ માટે પાલિતાણા પધાર્યા. સં. ૧૯૪૮નો શેષકાળ અને '૪૯નું ચોમાસુ પાલિતાણામાં થયું. એ દિવસો દરમ્યાન નવ્યન્યાયનો અને ‘અઢાર હજારી”નો અભ્યાસ કર્યો. “અઢારહજારી વ્યાણ અને ન્યાય જે ભો એટલે “સિદ્ધહેમ' વ્યાકરણ પરની અઢારહજાર શ્લોકપ્રમાણની ટીકા. તેનો પ્રવેશ બઘા માં સંસ્કૃતના વ્યાકરણમાં ઊંડા જઈને એનાં સાધકબાધક કારણોને સ૨ળતાથી થાય. તપાસતાં એવી ડી ચર્ચા આવે છે કે એને લઈને કોઈપણ શાસ્ત્રમાં પ્રવેશ સરળતાથી થઈ શકે, કોઈપણ ગૂંચ ઉકેલવી હોય તો ઉકેલી શકાય એવું પાંડિત્ય અને એટલી વિદ્યા એના પ્રભાવે આવે. જે કોઈપણ માણસે વિદ્યાના ક્ષેત્રે નિપુણતા મેળવવી હોય એણે વ્યાકરણ અને ન્યાય ભણવાં જ જોઈએ. काणादं पाणिनीयं च सर्वशास्त्रोपकारकम् । શાળા એટલે નવ્ય ન્યાય અને પાણિનિ એટલે વ્યાકરણ. માણસ જો આ બે ભણ્યો હોય તો કોઈપણ શાસ્ત્ર સમજવું ને ઉકેલવું સહેલું થઈ પડે છે. જ્ઞાનની લગની: એટલે મહારાજશ્રી ત્યાં બે વરસ જેવું રહ્યા. પંજાબી દાનવિજયજી મહારાજે તેમને ત્યાં પ્રવચsitમાળા માત્ર ભણાવ્યા એટલું જ નહીં, પણ જ્ઞાનની લગની લગાડી દીધી. જ્ઞાન ભણવું એક વાત છે ૨૨ અને જ્ઞાનની લગની લાગવી બીજી વાત છે. જેને જીવનભર વ્યવસાય તરીકે સ્વીકારી લેવાય શાસનસભાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126