Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ તેનું નામ લગની છે. અને ભણવું એટલે તો તત્કાલ પોતાના ખપ પૂરતું કે આજીવિકા માટે અભ્યાસ કરી લેવો તે. પંજાબી દાનવિજયજી મહારાજમાં રહેલી જ્ઞાનની પ્રીતિનો દીવો પૂજ્યપાદ મહારાજસાહેબના હૃદયમાં બરાબર પેટાઈ ગયો. તેઓ ત્યાં હતા ને જ ગુરુમહારાજ સાહેબના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. ધર્મવિજયજી મહારાજે (પૂજ્યપાદ ધર્મસૂરિજી મહારાજ - કાશીવાળાએ) રાત દિવસ જોયા વિના અપ્રમત્તપણે વૃદ્ધિચંદ્રજી મહારાજની અખંડ ભક્તિ કરી છે. છેલ્લે છેલ્લે તો તેઓ ઊભા પણ થઈ શકતા નહોતા. સ્થંડિલ અને મારું બધું જ પાટ પાસે અથવા સંથારામાં કરવું પડતું હતું. તે સ્થિતિમાં અખંડ સેવા કરી આના જ પ્રભાવે, પોતે કાળધર્મ પામ્યા એ સવારે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ત્યાં બેઠેલા અમરચંદ જશરાજ વગેરેને કહ્યું કે ‘ધર્મવજયજી કો પંન્યાસ બનાના.' કાશીવાળા આ ધર્મસૂરિ મહારાજ શરૂશરૂમાં તો બુદ્ધિના બહુ સ્થૂળ હતા. એમને એક લોગસ્સ કરતાં પંદર દિવસ થયેલા. એમની એવી સ્થિતિમાંથી તે મહાપંડિત બન્યા એ મહારાજશ્રીની કૃપાનું ફળ. નેમિવિજયની લગનીને કારણે પંજાબી દાનવિજયજી મહારાજે જ્ઞાનનું એક વાતાવરણ ઊભું કર્યું હતું. વ્યક્તિ જ્યારે એક ચીજને સમર્પિત થાય છે ત્યારે વાતાવરણ બને છે. અને આવા વાતાવરણમાંથી જે શીખવા મળે છે તે પુસ્તક કરતાં ઘણું વધારે હોય છે. વાતાવરણ એ પહેલી નિશાળ છે. ત્યાં આપોઆપ શિખાય છે. આની અસર ધર્મવિજયજી ઉપર પણ થઈ. તેઓ કાશી ગયા અને મોટી પાઠશાળા ખોલી. ત્યાં પોતાના અનેક શિષ્યો થયા. પંડિતો થયા. પણ આ આખી વાત અલગ છે. વૃદ્ધિચંદ્રજી મહારાજનો કાળધર્મ : હાં. તો વૃદ્ધિચંદ્રજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળીને નેમિવિજયજીનુ મન દુ:ખી દુ:ખી થઈ ગયું. દાનવિજયજી મહારાજ પાસે જે અભ્યાસ કરવાનો હતો તે લગભગ પૂર્ણ થયો હતો. એટલે એમણે મહારાજને કહ્યું કે, ‘જીવનમાં ગિરનાર કદી જોયો નથી. મારે ત્યાં જવા મન છે.’ તે વખતે ઉમેદવિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ્રધાનવિજયજી મહારાજ ત્યાં હતા. એ પ્રધાનવિજયજી અને મોટા મહારાજ બન્ને ત્યાંથી વિહાર કરી ગિરનાર પધાર્યા. ગિરનારની યાત્રા કરી. ત્યાં જામનગરના શ્રાવકો મળવા આવ્યા. તેમણે મહારાજ સાહેબને વિનંતી કરી, ‘સાહેબજી, જામનગર પધારો. જામનગર તો છોટી કાશી છે અને અરધો શત્રુંજય કહેવાય છે. અનેક જિનાલયના દર્શનવંદનનો પણ લાભ મળશે.’ . જામનગર ચોમાસું : મહારાજ સાહેબ જામનગર પધાર્યા. ચોમાસાની વિનંતી થતાં ચાતુર્માસ ત્યાં રહ્યા, સં. ૧૯૫૦માં. આ એમનું પહેલું જ સ્વતંત્ર ચોમાસું હતું. મહારાજ સાહેબ ચાતુર્માસના પ્રવેશને દિવસે વ્યાખ્યાનમાં શેક્સપિયર ‘ઍસ યુ લાઈક ઈટ' એ અંગ્રેજી નાટકની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ છટાથી બોલેલા – "And this our life exempt from a publichaunt Finds tongues in trees, books in the running brooks, Sermons in stones, and good in everything." Jain Education International 2010_02 For Private & Personal Use Only વિદ્યાભ્યાસમાં હાડ(ગઃ 2: www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126