Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ જ્ઞાન - આ બધું જ્યારે ઊંડાણમાં આવે છે ત્યારે એમાં રમમાણ બનનારને એવો આનંદ આવતો હોય છે કે તે બીજી બધી ચીજો એને માટે સામાન્ય અને ગૌણ બની જાય છે. આવો રસ ધરાવનારા લક્ષ્મીચંદભાઈએ એમને ધાર્મિક અભ્યાસ કરવા કહ્યું. ધાર્મિક અભ્યાસ જયારે જરૂર પૂરતો તેમને થઈ ગયો એટલે એમને કહેવામાં આવ્યું કે હવે સંસ્કૃત ભણો. કોઈ પણ માણસે સાચા અર્થમાં ધર્મશાસ્ત્રનું જ્ઞાન જો મેળવવું હોય તો સંસ્કૃત ભાષા જાણ્યા વિના તેનો ઉદ્ધાર નથી. ગમે તેટલાં વર્ષો સુધી તમે વ્યાખ્યાનોનું શ્રવણ કરો, ગમે તેટલાં ગુજરાતી પુસ્તકો વાંચો તેની બરાબરીમાં સંસ્કૃતની માત્ર બે ચોપડીઓ ભાંડારકર જેવાની બરાબર જાણી લો અને પછી તમે કશામાં પણ પ્રવેશ કરો, તત્ત્વનો અભ્યાસ શરૂ કરો તો તે તરત જ પકડાય છે. ગુરુભગવંતો પોતાની રીતે વ્યાખ્યાનમાં જે કોઈ વિષયો રજૂ કરે તેની પકડ પણ ભાષાના જ્ઞાન દ્વારા જલદી આવશે. માટે જ લક્ષ્મીચંદભાઈએ તેમને સંસ્કૃત ભાષા શીખવા કહ્યું. ત્યારે તેમણે સામો પ્રશ્ન કર્યો કે “સંસ્કૃત ભાષા શીખું તો ખરો, પણ શીખું કોની પાસે લક્ષ્મીચંદભાઈએ કહ્યું, “ભાવનગરમાં શ્રી વૃદ્ધિચંદ્રજી કરીને મહારાજ બિરાજમાન છે અને ત્યાં બીજા પણ પંડિતો વગેરેની સગવડ છે. તો ગુરુમહારાજ પાસે તું જા અને ત્યાં ભણવાનું શરૂ કર.” કોઈક જ વિરલાં એવાં માતાપિતા હોય જે પોતે પોતાના સંતાનને ઉચ્ચ કક્ષાનું ભણવાની ભલામણ કરે કે દીક્ષાના ભાગે જવા પ્રેરણા કરે. દરેક માબાપ પોતાના સંતાન માટે માને કે તે ધર્મ કરે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, એકાસણાં-બિયાસણાં કરે પરંતુ ઘરમાં રહીને દીક્ષાની બાબતમાં તો તેઓ નનૈયો જ ભણતાં હોય છે. આ બાબત ઘણી સામાન્ય છે. સુબાહુ કુમારને પણ આ જ અનુભવ થયો હતો. મહાબલકુમારને પણ આવો જ અનુભવ હતો. માતાપિતાની પાસે જઈને તેમણે કહ્યું કે “આજે તો હું મારા મિત્રોની સાથે મહાવીર પરમાત્માના સમવસરણમાં ગયો હતો. ત્યારે માતા તેને જવાબમાં ‘સરસ” એમ કહે છે, અને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ જ્યારે પુત્ર કહે છે કે “મા, મેં એમની દેશના સાંભળી. મને દેશના ગમી ગઈ” ત્યાં સુધી માતા પુત્ર પર હરખાતી હોય છે. પરંતુ ત્યાર પછી પુત્રની સંસાર છોડવાની વાત પર માતા મરિછત બની જાય છે. શીતોપચાર કરાય છે. અને પુન: માતા સ્વસ્થ બને છે. પુત્ર દ્વારા સંસારમા છોડવાની ફરીવાર માગણી થતાં માતા અને પિતા બન્ને મળીને પુત્રને સંયમનાં કષ્ટો બતાવે છે, પોતાના હૃદયમાં તેના પ્રત્યે રહેલા સ્નેહને વર્ણવે છે અને સંસાર કેવો સુખવાળો છે તેની વાત કરે છે. આ ત્રણે કસોટીમાંથી પસાર થયા પછી તેઓ પુત્રને સંયમનાં માર્ગે વળાવે છે. નેમચંદને પણ ગુરુમહારાજ બતાવ્યા કોણે ? પિતાએ. ત્યાં સુધી તો એમને કોઈપણ ગુરુભગવંતનો પરિચય ન હતો. મહુવામાં પધારતા, મહુવામાં બિરાજતા સાધુભગવંતોની સેવા કરવાનો અવારનવાર અવસર મળતો, જીવિતસ્વામી ભગવાન અદભુત અને અલૌકિક છે; એમની ભક્તિ કરવાનો અવસર મળતો. પરંતુ અંદરના આત્માનું સ્ટેજ’ જ જુદું હતું. આગળ કહ્યું તેમ તેમને કોઈ પ્રાથમિક તબક્કાઓમાંથી પસાર થવું નથી પડ્યું. “સંસાર અસાર છે, સંસારમાં જન્મેલા માણસ માટે સંયમજીવન એ સાર છે.' આવા કોઈ ઉપદેશને શ્રવણ કરવાની એમને જરૂર પડી નથી. ભાવનગર આગમન તે કાલે તે સમર્થ : ભાવનગર આવીને મારે ભણવાનું કામ કરવાનું છે માટે જ આવ્યા છે. તેથી જેવા જન્મ-ધક્ષા-ગુરૂવર્ગવëન ૧ એ ભાવનગર પહોચ્યા કે સંસ્કૃત ચોપડીઓનો અભ્યાસ શરૂ કર્યો. દુર્લભજી કરીને એમના પ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126