Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ દીક્ષા માટે વિનંતી ? બીજે દિવસે મોટા મહારાજશ્રીનાં ચરણોમાં મસ્તક મૂકીને એમણે કહ્યું, ‘કૃપાળુ, મને દીક્ષા આપો. જુઓ, કોઈ પૂર્વવાતાવરણ નથી, વાતચીત નથી, બસ સીધી જ વાત. ગુરુમહારાજ એવા જ શાંતમૂર્તિ ને દયાળુ હતા. એમણે કહ્યું, “માતાપિતાની સંમતિ હોય તો અમે દીક્ષા આપીએ.” આ છે વિ.સં. ૧૯૪૫, જેઠ સુદ પની વાત. નેમચંદ કહે છે, “સારું, આપની વાત વાજબી છે. આપ એમ જ કરો અને એ સાચું પણ છે. તેઓ ઊભા થઈને ઓરડીમાં બેઠા. મંથન શરૂ કર્યું કે મારે હવે શું કરવું. જુઓ કેટલી તીવ્રતા છે ! એમની અસાધારણતા તમને ડગલે ને પગલે જોવા મળશે. પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ શાસનસમ્રાટ’ એ કંઈ જેના ને તેના માટે વપરાતો શબ્દ નથી. એ ગમે તેને માટે વાપરીએ તો મકર રૂપ બને. જેમ સામાન્ય માણસને “વાઈસરૉય'નું બિરુદ આપવામાં આવે તો ખુશ થવાને બદલે સામું કહેશે, “મશ્કરી શા માટે કરો છો ?' તેમ એમને માટેના આ શબ્દો છેક એમના ઉત્તરકાળમાં આવ્યા છે. ૧૯૯૦નું મુનિસંમેલન, છ'રિ પાલિત સંઘ - કેવાં કેવાં એ બધાં ઐતિહાસિક કાર્યો તેમણે સુકાની બનીને સફળતાપૂર્વક પાર પાડ્યાં તે પછી આ શબ્દ વપરાયો છે. જો એમાં વજૂદ ન હોય તો એવું બિરુદ ક્યાંય પાણીના પ્રવાહમાં વહી જાય. ઘણા લોકોએ પોતાની આગળ પાછળ વિશેષણો જોડ્યાં છે. પણ એ બધાનાં વિશેષણ ચલણી બન્યાં નથી. કાળના પ્રવાહમાં એ તણાઈ ગયાં છે. “શાસન સમ્રાટ” શબ્દ અડીખમ ઊભો છે કેમકે તેમાં પ્રાણ છે અને એને કારણે જ આપણને એ શબ્દ સાંભળતાંવેત એક ભવ્ય પ્રતિભાનાં દર્શન થાય છે. સ્વયં સાધુવેશસ્વીકાર : નેમચંદ પોતે મુંડન કરાવી આવ્યા. ઓઘો માગવા ગયા તો રતવિજયજી મહારાજે કહ્યું કે “મારી પાસે ઓઘો છે. મહારાજ કહે તો હું આપી શકું.'હવે કરવું? તે વખતે મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ઉપાશ્રયમાં નિયમિત સામાયિક કરવા આવતા. તે વખતથી એમને સ્વાધ્યાયનો ભારે રસ. ‘ઉપમિતિ ભવપ્રપંચો કથા' જેવા ગ્રંથો પોતે વાંચતા. એટલે એ માટેનો ચરવળો ઉપાશ્રયની ખીંટીએ હતો. એ ચરવળો લીધો. મલમલના કપડાં લઈ આવ્યા. એ દાંડીને વીંટાળીને દોરી બાંધી દીધી. ઓળો બનાવ્યો અને કપડો ચોળપટ્ટો લીધો. આ પ્રમાણે કરી, નવકાર ગણી, મહાવીર ભગવાનનું સ્મરણ કરી ઓરડીમાં બેસી ગયા. આ તાકાત કોની ? આ ગજું જેનું-તેનું છે ખરું? એક વખત આવું પગલું તો ભરાઈ જાય અને આજે પણ ઘણા આવું કરનારા હોય છે પણ એ બધું કેટલો વખત ટકે છે ? એ એમનો ઊભરો હોય છે. એ આરપાર નથી ઊતરતા. સાહસનું પગલું ભરી લીધા તે કાલે તે સમર્થ્યઃ પછી એને છેક સુધી દીપાવવું - શોભાવવું અઘરું છે. જન્મ- ધક્ષા-ગુરૂવર્ગવëનઃ૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126