________________
મિથ્યાત્વ ટાળે....સમ્યકત્વ પામે તત્વજ્ઞાન મેળ...
સઘળાં જ પાપના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળાય ધર્મોના પાયા સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કે–તત્ત્વજ્ઞાન મેળવીને, તના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિતમતિવાળા બનવાની જરૂર છે ત્યારે, આજના કેટલાક મખ્ખઓ તત્ત્વની વાતને સમજવાનો પ્રયત્ન કરવો, એમાં પણ પોતાની પાસે જે કાંઈ હોય, તેને ખાઈ નાંખવા જેવું માને છે!
િવર્તમાનકાળની તાતી જરૂર છે આજે તે એકવાર પરસ્પરના મન્તવ્ય ભેદવાળી જે જે બાબતો છે, તેમાં ઊતર્યા વિના, ખાસ અગત્યના પ્રશ્રને હાથ ધરવા જોઈએ મતવ્યભેદવાળી બાબતોમાં પણુ, સૌએ “મેં આમ કર્યું છે,”—એવી બાબતોને અંશે પણ લક્ષ્ય પર લીધા વિના, શાસ્ત્રની આજ્ઞા મુજબ જ માનવાને તૈયાર થવું જોઈએ.
જી બાધિની શક્તિ છે તમે જે બેધિને પામ્યા હશો અને બેધિને ટકાવી રાખી શકશે,તે સંસારની કઈ શક્તિ તમારું બગાડી નહિ શકે. બાધિ આવતાંની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. સંસારમાં લાવવાની તાકાત વિષય–કષાયમાં છે, પણ બોધિના પ્રભાવથી એની એ તાકાત નિવાઈ જાય છે. બાધિવાળે વિષય–કષાયને ય મુક્તિ-સાધક બનાવી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org