________________
XI
કાશીમાં વિદ્યાધ્યયન એટલામાં એમણે જાણ્યું કે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મવિજયજીએ પછીના શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ) જૈન વિદ્યાર્થીઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પંડિતો બને એ માટે કાશીમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલને તો ભાવતું ભોજન મળી ગયું. એમણે કુટુંબીજનોથી છૂપી રીતે પત્રવ્યવહાર કરીને બનારસથી મહારાજશ્રીની અનુમતિ પણ મેળવી લીધી. પણ આવા આંખો વિનાના યુવાનને બનારસ જેટલે દૂર મોકલવા માટે કોણ સગાં-વહાલાં તૈયાર થાય?
પણ સુખલાલનું મન મક્કમ હતું. જિજ્ઞાસાનો વેગ એટલો પ્રબળ હતો કે એ કશા પણ અવરોધને માનવા તૈયાર ન હતો. સાહસિક વૃત્તિ તો જન્મથી જ મળી હતી. એ વૃત્તિએ જિજ્ઞાસાને સંતોષવા પુરુષાર્થનું રૂપ લીધું. અને એક દિવસે એમણે વડીલોને કહ્યું: “તમે હવે કોઈ મને રોકી શકશો નહીં, જવું એ નક્કી જ છે. નકારશો તો અમંગળ થશે; હું તો જવાનો જ છું.”
પંડિતજી એમના સાથી નાનાલાલ સાથે બનારસ માટે રવાના થયા. સાવ અજાણ્યો પ્રદેશ, બહુ લાંબી મુસાફરી અને સાથી સાવ ભલી-ભોળા એટલે રસ્તામાં મુશ્કેલી ઠીક ઠીક પડી. એક વાર તો કુદરતી હાક્ત માટે એક સ્ટેશને ઊતર્યા તો ગાડી જ ઊપડી ગઈ. પણ છેવટે કાશી પહોંચ્યા ખરા.
પંડિતજીના જીવનનું પ્રેરક બળ જાગ્રત જિજ્ઞાસા અને એ માટેના અવિરત પુરુષાર્થમાં જ સમાયેલું છે. એ બેથી એમનું જીવન સદા તાજગીભર્યું બની રહે છે. જિજ્ઞાસાને સંતોષવા તેઓ ગમે તેવો પુરુષાર્થ ખેડવા તૈયાર થઈ જાય છે.
કાશીમાં પહોંચીને, ભૂખ્યો ભોજનમાં લાગી જાય એમ, સુખલાલ અભ્યાસમાં નિમગ્ન બની ગયા. વિ. સં. ૧૯૬૩ની સાલ સુધીમાં, માત્ર ત્રણ જ વર્ષમાં, અઢાર હજાર શ્લોક પ્રમાણ સિદ્ધહેમ' વ્યાકરણ એમણે કંઠસ્થ કરી લીધું. આજે પણ એ વ્યાકરણનાં સૂત્રો જાણે પંડિતજીની આંગળીઓનાં ટેરવે બેઠાં હોય એ રીતે તેઓ એને યાદ કરી શકે છે.) વ્યાકરણની સાથે સાથે ન્યાય અને સાહિત્યના અભ્યાસનો પણ પ્રારંભ કરી દીધો હતો.
અભ્યાસ વધતો ગયો તેમ જિજ્ઞાસા પણ વધતી જ ગઈ, અને નવો નવો પુરુષાર્થ કરવાની પ્રેરણા કરતી જ રહી. સુખલાલને લાગ્યું કે હવે અભ્યાસમાં ધારી રીતે આગળ વધી શકાય એવું પાઠશાળાનું વાતાવરણ નથી, એટલે તેઓ સંસ્થાથી જુદા થઈને બનારસમાં જ ગંગાતીરે, ભદૈનીઘાટ ઉપર રહેવા લાગ્યા. સાથે એમના મિત્ર વ્રજલાલજી પણ. ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org