Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૧૩) ભણેલ-ગણુતવેત્તા જે વણિક જ હારે કોઈ ગમારને પ્રથમ પાંચ રૂ. પિયાનું અને પછી પાંચ રૂપિયાનું કાપડ ધીરશે રહારે હિસાબ કરતી વખતે પાંચને ને પાંચ બાર પણ કદાચ કહેશે ! આ સર્વ દૃષ્ટાંતો ઉપરથી સમજાય છે કે પૂર્વનો પડદે આપણી આંખ આડે આવીને આપણને ધર્મ જેવું સાદું સત્ય સમજવા દેતું નથી, અગર પ્રવૃત્તિને કેફ આપણને તે ખોટા રૂપમાં સમજાવે છે, અગર ધર્મોપદેશક અને પૂજ્યપાદની પદવીના સ્વાર્થને લીધે આપણે ( સત્ય જાણવા છતાં) હેને બદલે કાંઈ બીજું જ કહીએ છીએ, અગર તદન આત્મદશાએ પહોંચ્યા હોઈએ તો પાંચ ને પાંચ દસ હે કે બાર છે તેથી આ “પ્રકાશમય આત્મા ને શું છે એમ સમજી આપણે તદને મૈન રહીએ છીએ; અને આ બધું છતાં પાંચ ને પાંચ તે દસ ” જ છે એ સત્યના અસ્તિત્વ માટે શું કદી શંકા થઈ શકશે ?
આ ઉપરાંત બીજો અનુભવ હને એ મળ્યું કે મહારાં હદયભેદક દુ:ખ વખતે પુનર્જન્મને વિચારે મહને નવી આશા પ્રેરતા, “કર્મ ના વિચાર મહિને શાંત કરતા, ભકિતના વિચારો મહને હિમતવાન બનાવતા અને ધર્મના વિચારે સુખમય બનાવતા. આ પ્રત્યક્ષ સ્વાનુભવ પછી જે કે હું ધર્મ ના અસ્તિત્વમાં શ્રદ્ધાન્ત બ હ તે પણ “એ સુખદાયક ધર્મ કઈ રીતે કોઈને પણું દુઃખનું–કલેષ કંકાશનું કારણ કેમ થઈ શકે ?”
એ સંશય હને વારંવાર ઉઠતે. પણ હેનું સમાધાન એકદા થયું. - ર્યથી અન્ન પાકે છે, અને કામ કરવાની શકિત મળે છે. મન પ્રફુલિત થાય છે અને બીજા સેંકડે લાભ થાય છે, તેમજ બીન હાથ ઉપર, ઘુવડ સૂર્યથી દુઃખી થાય છે, વાગોળે ( Bats) દુઃખી થાય છે, શીતે પસાર જ જહેને અનુકુળ છે એવા પ્રાણુ–પદાર્થો સર્વને સૂર્ય નુકશાનકારક પરિણમે છે. એ વિચારતાં સમજાયું કે સૂર્યને આશય લાભ કે ગેરલાભ કરવાને છે જ નહિ. કોઈના ઉપર પ્રકાશવું અને કોઈના ઉપર નહિ એમ એની ધારણું પણ છે નહિ. એને સ્વભાવ પ્રકાશવા” છે, અને તે પ્રકામ્યાં કરે છે. એ પ્રકાશમાંથી જૂદા જૂદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં આવી રહેલા
પાણીપદાર્થો લાભાલાભ પામે છે; એમજ ધર્મ કેઈને લાભ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com