Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૫૭) માતાનું નામ કપુરાંબાઈ; જન્મ સંવત ૧૫૫ ના મહા વદ ૧૨. ૧૫૭૮ માં ૨ લાખ મહમુદી જેટલું દ્રવ્ય છોડી દિક્ષા લીધી. દિક્ષા એસવમાં જ ૧ લાખ રૂપિયા ખર્ચા કહેવા૫ છે. ૧૫૮૫ માં પૂજય પી; સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા. ૩૫ વર્ષ સયમ પાળી ૧૬૧૩ ના જેઠ વદ ૧૦ ના રોજ સંથારે કરી સ્વર્ગવાસી થયા.
એમના વખતમાં સીહીની રાજ્યકચેરીમાં શીવ અને જીનના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયે; એમાં જેન યતિઓ હાર પામવાથી હેમને દેશ છોડી જવાને હુકમ થયે, પરંતુ એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવા ઋષિજીએ પિતાના શિષ્ય કુંવરજીને હાં મોકલ્યા, જહેમણે ચર્ચા કરીને જેન મતની જયધ્વજા ફરકાવી.
અહીંથી ટૂટફાટ શરૂ થઈ. મેઘજી નામના એક સ્થીવરને કોઈ કાર"ણથી ૫૦૦ ઠાણા સહિત ગછ બહાર કરવામાં આવ્યા તેથી તેઓ હીરવિજય સુરી પાસે ગયા અને હેમના ગચ્છમાં ભળ્યા.
આ સમયમાં ૧૧૦૦ ઠાણું લોકાગચ્છમાં વિચરતા હતા. પરંતુ સંપ ટુટવાથી અને બીજા વિવિધ કારણોથી એકના ત્રણ ગચ્છ થયા–
( ૧ ) જવા ઋષિજી ગુજરાતમાં વિચરતા હતા, હેમને સમુદાય ગુજરાતી લોક ગ૭ ” તરીકે ઓળખાવા લાગ્યો.
( ૨ ) નાગોરી લોક ગ૭. (૩) ઉતરાધેિ લીંકા ગ૭.
ગુજરાતી લેકા ગચ્છના નલ શ્રી જીવા ઋષિજીને ૩ મહેટા શિષ્ય હતાઃ- શ્રી કુંવરજી, વરસીંગજી અને શ્રી મલજી.
પાટ ૯ મી. શ્રી કુંવરજી, પિતા લહજી, માતા રૂડી બાઈ, સંવત ૧૬૨ ના જેઠ શુદ. ૫ ના રોજ ૭ માણસ સાથે જવા ઋષિજી પાસે અમદાવાદમાં દિક્ષા લીધી. તેઓ શાસ્ત્રમાં એટલા કુશળ હતા કે શીરેહીમાં શૈવીઓને ચર્ચામાં હરાવ્યા હતા. ૧૬૧ર માં ગુરૂએ હેમને માટે બેસાડયા.
[ આ સમયમાં વળી શ્રી કુંવરજીના ન્હાના ગુરૂભાઈ વરાસંગજી જુદા પડયા; ભાવસારાએ હેમને પૂજ્ય ૫દી આપી. હેમના પક્ષને ગુજરાતી લોક ગની હાની પક્ષ” એવું નામ મળ્યું.]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com