Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૪ ) એક વખત તેજ મકાનમાં બેઠા બેઠા પિતાના શિષ્યોને ઉત્તરાધ્યયનના પહેલા વિનયોધ્યયનને પાઠ મુનિ આપતા હતા અને સાથે સાથે અર્થ પણ સમજવતા જતા હતા તે સાંભળી એક બ્રાહ્મણ અંદર આવ્યા અને મુનિને નમસ્કાર કરી પૂછવા લાગે; ” આપ શિષ્યને જેવા વિનયને માર્ગ શીખવે છે તેવો વિનય કોઈ શિષ્યમાં આજે હોઈ શકે ” મુનિએ કહ્યું: “ આજ પણ એવા વિનીત હોય છે. ” આટલાથી બ્રાહ્મણના મનનું સમાધાન ન થએલું જાણું પોતાના શિષ્ય સુંદરજીને લાવ્યા. તે વખતે એકાંતમાં બેસી સુંદરજી સઝાય-ધ્યાન કરતા હતા. ગુરૂને શબ્દ સાંભળતાં તે દેડી આવ્યા અને હાથ જોડી વંદના નમસ્કાર કરી હુકમની રાહ જોતા ઉભા. મુનિ તે બ્રાહ્મણની સાથે વાતચીતમાં ગુંથાયા હેવાથી શિષ્યને કાંઈ ઉત્તર મળ્યો નહિ. તેથી શિષ્ય સુંદરજી હાં ઘણીવાર - બી પાછા જહાં બેઠા હતા ત્યહાં આવી બેઠા. વળી ફરીથી હાંક પડી અને
દરીયાપુરી સમુદાયની સ્થાપના માટે કેવું હાસ્યજનક કારણ શોધી કહાડયું! ૨૭ સૂત્રો પર ટીબા પુરનાર અને કેટલાંક અમૂલ્ય પુસ્તકના લખનાર, વિનયવંત અને દઢધમ ધર્મસિંહ ઉપર કેવું ન માની શકાય એવું આ આળ! અમને મળેલાં સાધન પરથી અમે કહી શકીશું કે શ્રીમાન ધર્મસિંહ ૧૬૮૫માં સાધુ તરીકે —-ધર્મસુધારક ( Martyr) તરીકે બહાર પડયા છે; હારે શ્રીમાન લવજી ( ધર્મસિંહજીના સમુદાયના નિંદક પિતેજ કહે છે તેમ ) ૧૬૮રમાં ધર્મસુધારક તરીકે બહાર પડ્યા છે. બન્ને સમકાલીન હતા, પરંતુ પહેલ કરનાર ધર્મસિંહજી હતા. એટલું જ નહિ પણ ધર્મસિંહજીને ઉપકાર સમસ્ત જૈન વર્ગ ઉપર અને હમેશને માટે છે, કારણ કે હેમણે સોના ટબા જ્યા છે. હું બને ધમરોદ્ધાઓ તરફ માનની દષ્ટિએ જોઉં છું–બન્નેની માનસિક પૂજા કરવામાં મગરૂરી લઉં છું, એકના હાલના અનુયાયીઓ પોતાની બડાઈ ખાતર બીજા મહાત્માને નિંદે છે એ હું સહન કરી શકતો નથી. એ ગાંડછા છે, એ ખાટું ઝનુન છે, એ મહાપાપ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com