Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૭૮ ) ખેલ ' રૂ૫ દિક્ષા અંગીકાર કરવા તત્પર થયા. પરંતુ હેમનાં માબાપે અટકાયત કરવાથી હેમણે ભિક્ષાચારી શરૂ કરી. સુરતમાં બે માસ ભિક્ષાચારી કર્યા બાદ હેમનાં માબાપે હેમને પિતાના ઉપયોગમાં આવે એવા ન રહ્યા સમજી દિક્ષાની પરવાનગી આપી. બાદ ૧૮૩૦ માં વિરમગામ મુકામે ભારે ઠાઠમાઠથી દિક્ષા લીધી. હેમણે સૂત્ર–સિદ્ધાંત અંગઉપાંગને અભ્યાસ કર્યો અને ઘણું પ્રતાપી થયા. હેમના ગુણોને લઈને તેઓ પૂજ્ય પદ્ધી પામ્યા. હેમને ત્રીકમજી, મોતી, ઝવેર, કેશવજી, હરિત્રષિ, પાનાચંદજી વગેરે ૧૫ શિષ્ય હતા. પૂજ્યશ્રીને એકદા અમદાવાદથી નૈરૂત્યમાં ૭ કોશપર આવેલા વિસલપુર ગામના કેટલાક દઢધર્મી શ્રાવકોએ અરજ કરવાથી તેઓ વહાં પધાર્યા. હેમણે પ્રતીજ, ઈડર, વીજાપુર, ખેરાળુ વગેરે ક્ષેત્ર ખેલી ધર્મને ફેલાવો કર્યો અને છેવટે પગના દરદને લીધે વિસલપુરમાં ૨૫ વર્ષ થીરવાસ રહી ૧૮૯૦ માં સ્વર્ગસ્થ થયા. એમના વખતમાં અમદાવાદમાં આ ધર્મના મુનીઓ કવચિતજ આવતા, કારણકે ચૈત્યવાશીઓનું જોર વધારે હતું તેથી પરસિહ ઘણું ખમવા પડતા. તે એટલે સુધી કે કઈ શ્રાવક આ ધર્મની ક્રિયા કરતો જાણવામાં આવે તે હેને જ્ઞાતિથી બહિષ્કાર કરવામાં આવતો. આ પરિસ્થિતિ સુધારવાના ઈરાદાથી શ્રી પ્રાગજી ઋષિ અમદાવાદ આવ્યા અને સારંગપુર–તળીઆની પોળમાં ગુલાબચંદ હર.ચંદના મકાનમાં ઉતર્યા. હેમના ઉપદેશથી ગીરધર શંકર, પાનાચંદ ઝવેરચંદ, રાયચંદ ઝવેરચંદ, અને ખીમચંદ ઝવેરચંદ અને હેમનાં કુટુંબો વગેરેને આ ધર્મની શ્રદ્ધા બેઠી. આ શ્રાવકોએ મુનિઓની મદદથી અને પોતાની ઉદારતાથી આ શહેરમાં ધર્મ ફેલા છે. પરંતુ આથી મંદીરમાગી શ્રાવકોને ઈર્ષા થઈ. છેવટે સંવત ૧૮૭૮ માં અને વર્ગના ઝઘડાનો મુકદમો છેટે રહડશે. સરકારે બન્નેમાં કોણ ખરૂંએનો ઈનસાફ આપવા બનેના સાધુઓને બેલાવ્યા. આ વર્ગ તરફથી પૂજ્ય શ્રી રૂપચંદ્રજીના શિષ્ય શ્રી જેઠમલજી મુનિ વગેરે ૨૮ સાધુ તે સંભામાં બેસવાને ચુંટાયા હતા. સામા પક્ષ તરશથી વિરવિજય વગેરે મુનિઓ અને શાસ્ત્રીઓ હાજર થયા હતા. મહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com