Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૭૭). જેમાં ન હતી એમ સાબીત કરનાર મહામુનિની તે “હુંડી –“ pemphlet " આજે કાઈના જણવામાં પણ નથી. “ સાધુ સમાચારી ” અથવા “ સાધુઓને કાયદે ” * આજે ઘણું અંધેર દૂર કરનાર થઈ પડે તેમ છે પણ હેને પ્રકાશ દેખાડવામાં આવે તહારેને ? ટુંકમાં જે શ્રીમાન ધર્મસિંહજી મહામુનિની કૃતિઓ પ્રગટ કરવામાં આવે તે માત્ર સંધને જ નહિ પણ સર્વ ભવ્ય ને ઘણે લાભ પહોંચવા ઉપરાંત જૈન ધર્મની કીર્તિમાં વધારે થાય. આપણે ઈચ્છીશું કે એ વખત નજદીકમાં આવશે.
श्रीमान पूज्य धर्मसिंहजीना अनुयायीओ.
શ્રી ધર્મસિંહજીની પાટે હેમની પછી હેમના શિષ્ય શ્રી સોમજી ઋષિ થયા. ત્યાર પછી (ત્રીજી પાટે ) મેઘજી ઋષિ થયા. પછી (૪) દ્વારકાદાસજી, (૫) મેરારજી, (૬) નાથજી, (૭) જયચંદ્રજી અને (૮) મેરારજી રૂષિ થયા.
- શ્રી મોરારજી રૂષિના શિષ્ય શ્રી સુંદરજીને ૩ શિષ્યો હતા; (1) નાથાઋષિ (૨) જીવણઋષિ (૩) પ્રાગજીઋષિ. ત્રણે પ્રભાવીક થયા. શ્રી મેરા૨છની હયાતીમાં જ સુંદરજી ગુજરી જવાથી હેમની પાટેનાથાજઋષિ બેઠા.
૯ મા નાથાજીઋપિને ૮ શિષ થયા, શંકરજી, નાનચંદ્રજી, ભગવાનજી, અને ખુશાલજી આ ચારે
૧૦ મી પાટે નાથાજીના ગુરૂભાઈ જીવણ ઋષિ આવ્યા.
૧૧ મી પાટે શ્રી પ્રાગજી ઋષિ આવ્યા હેમનો ઇતિહાસ જાણવા જેવા છે. તેઓ વિરમગામના ભાવસાર રણછોડદાસના પુત્ર થાય. પ્રથમ તે તેઓ સુંદરજી મહારાજને ઉપદેશ સાંભળી બારવ્રતધારી શ્રાવક થયા અને કેટલાંક વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા પછી જ “ ખરાખરીના
* આ ગ્રંથ હાલ દરીયાપરી ગછમાં નથી. પણ મારવાડ તરફના કોઈ મુનિ પાસે હોય એમ સંભવે છે. શ્રી સિભાગ્યમલ્લની “ સમાચારી ” માં
આ સમાચારી” ની “શાખ ” આપવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com