Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૮૮ ) ઉપર લખેલી હકીકત આપનારી એક પટાવળીથી જુદી જ હકીકત આપનારી એક બીજી પણ પટાવળી હારી પાસે છે, જેમાં લખ્યું છે કે, બુરાનપુરમાં લવજી ઋષિને પિતાને જ વિપને લાડે આપવામાં આવ્યું હતું.
દરિયાપુરી સમુદાયની એક પટાવળી એમ કહે છે કે, શ્રીમાન લવજી ઋષિ શ્રીમાન ધર્મસિંહજીને અમદાવાદમાં મળ્યા હતા. છ કોટી-આઠ કોટી સામાયિકના સંબંધમાં, આયુષ્ય ટુટવાની માન્યતામાં એમ કેટલીક બાબતેમાં બન્નેના વિચારો જુદા પડવાથી તેઓ ભેગા રહી શક્યા નહિ. આ મુનિને પરિવાર ગુજરાત અને માળવામાં છે. હેમના કુલ સાધુજીઓની યાદી તથા બીજા જાણવાજોગ બનાવો મને મળ્યા નથી. હવે પછી મળશે તે આ પુસ્તકના બીજા ભાગમાં તે દાખલ કરવા ધારું છું.
त्रीजा धर्मसुधारक श्रीमान् धर्मदासजीनु जीवनचरित्र.
ત્રીજા સુધારક શ્રીમાન ધર્મદાસજી હતા, કે જહેમને માટે અદ્યાપિ પર્યત સત્ય હકીકત જાહેરમાં લાવવા કોઈએ પ્રયત્ન કર્યો નથી. જે કાંઈ હકીકતો મિહને મળી છે તે તદન અપૂર્ણ છે. કેટલીક તે દંતકથાઓ જેવી છે. એ સર્વમાંથી મને ઠીક લાગ્યું તેટલાનું તારણ અત્રે રજુ કરવા ઈચ્છું છું.
આ મહાત્માને પણ યતિ વર્ગને સડે જઈ ઘણું લાગી આવેલું અને તેથી જ તેઓ સાચા સાધુની શોધમાં લાગેલા. અમદાવાદ પાસેના સરખેજ ગામના તે ભાવસાર હતા, ( હેમના પિતાનું નામ જીવણ કાળીદાસ. ) હેમને એકલપાત્રી સાધુની શ્રદ્ધા હતી. ધર્મસિ હજી અને લવજી
ઋષિને તેઓ મળ્યા પણ હાં પણ હેમનું ચિત્ત કઈ નહિ. ચિત્ત કેમ ન કર્યું તેનું રહય તે સર્વજ્ઞ જાણે; બાકી આપણે સામાન્ય માણસે તે એમ અનુમાન કરી શકીએ કે, પહેલા બે મુનીઓમાં તેમને સંપૂર્ણ શુદ્ધિ નહિ જણાઇ હેય અથવા પિતે જજ સમુદાય સ્થાપી વધારે નામના
કહાડવા ધાર્યું હોય. બેમાંનું ગમે તે એક કારણ લઇએ તે પણ આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com