Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૬ )
પાટ ૩ જી. શ્રી ન્યુનાજી; એશવાલ; પુષ્કળ દ્રવ્ય છેડી શ્રી ભીદાજી સમક્ષ ૧૫૪૬ માં દિક્ષા લીધી.
પાટ ૪ થી. શ્રી ભીમાજી; મારવાડના પાલી ગામના રહીશ; ઓશવાળ; લેઢા ગોત્રી; લાખ રૂપીઆ છોડી દિક્ષા લીધી હતી.
પાટ ૫ મી. શ્રી જગમાલજી; ઉત્તરાર્ધ મથે નાનપુરા ગામના રહીશ; એશવાલ; શ્રી ઝાંઝેર મુકામે સુરાણ ગોત્રી ઋષિ ભીમજી પાસે ૧૫૫માં દિક્ષા લીધી.
પાટ ૬ હી. શ્રી સરવે જી; વીસા શ્રીમાળી, અકબર બાદશાહને વજીર (?) હતા. શ્રી જગમાલજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દિક્ષા લેવા તૈયાર થયા ત્યારે અકબરશાહે કહ્યું –
સરવા! યે સંસાર એક અજબ ચીજ હૈ
દુનીયાકે બીચ રહના અજબ ચીજ હૈ. શાહની સામે એવા જ જવાબ સરોજી આપે છે અને પછી દિક્ષા લે છે. કહે છે કે પાંચ દાડ દ્રવ્ય છોડી હેમણે લીધી હતી. (સંવત ૧૫૫૪)
પાટ ૭મી. શ્રી રૂ૫ ઋષિજી; અણહીલપુર પાટણના રહીશ; વેદ ગોત્રી; જન્મ સંવત્ ૧૫૫૪; બે લાખ રૂપિયા છડી ૧૫૬૬ માં સ્વયમેવ (પિતાની મેળે–વગર ગુરૂએ ) દિક્ષા લીધી અને ૧૫૬૮ માં પાટણ મુકામે ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લંકા ગચ્છમાં ભળ્યા. ૧૯ વર્ષ દિક્ષા પાળી ૧૫૮૫ માં પર દિવસને સંથારે કરી સ્વર્ગસ્થ થયા.
પાટ ૮મી.. શ્રી છવા ઋષિજી, સુરતના રહીશ; પિતાનું નામ તેજપાળ શાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com