Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૬૫ ) યતિ એ પ્રથમ સાધુ શબ્દને પર્યાયવાચક શબ્દ હતે. ચમ્ એટલે અંકુશ રાખવે, એ ધાતુ ઉપરથી નીકળેલા યતિ' શબ્દનો અર્થ ઈન્દ્રિને અંકુશમાં રાખનાર અર્થાત “સાધુ” એવો હતો, પરંતુ જેમ જેમ યતિ વર્ગ શીથીલ પડતે ગયો તેમ તેમ “ યતિ” શબ્દનો અર્થ પંચમહાવ્રતધારી સાધુ નહિ પણ પરિગ્રહધારી ઉપદેશક એવે થવા લાગે. હાલ સાધુ અને યતિ એ શબ્દો ભિન્ન ભિન્ન અર્થમાં જ વપરાય છે, લોકશાહના વંશજ તરીકે ચાલ્યા આવતા ઉપદેશકોને “થતિ' કહેવાય છે, જહારે એ યતિ વર્ગને સડે જોઈ લેકશાહના અને શ્રી મહાવીર પ્રભુના અસલ ફરમાન મુજબ ચાલવાને ઘર છોડી નીકળેલા ઉપદેશકોને. “ સાધુ ” કહેવાય છે, એવા બે પક્ષ જુદા પડયા હેને આજે ૩૦ વર્ષ થયાં નથી; તે પક્ષ કેવી રીતે જુદા પડયા તે સંબંધી તથા જુદા પડેલા પક્ષના વિરતાર સમ્બન્ધી હકીકત આપણે હવે પછી જોઈશું.
કુદરતના કાનુન મુજબ દરેક પંથમાં-દરેક સમુદાયમાં હારે વધુ અંધેર વ્યાપે છે ત્યારે એક “ સુધારક” નીકળી આવે છે અને તે જુદો સમુદાય સ્થાપે છે. ડાંક વર્ષ સુધી તે હેના અનુયાયએ થોડા હોય ઠીકઠાક વર્તે છે અને વળી પાછું હાં પણ કાળું અંધારું ચોતરફ ફેલાય છે; એમાંથી વળી કઈ વીર નીકળી આવે છે. આમાં હઈ–શોક કરવા જેવું કશું નથી. કોઈ સમુદાય તદન સારે કે કોઈ તદન ખરાબ એવો છેજ નહિ. બધામાં સુધારાને અવકાશ છે; સુધારાનું કામ કદી પરિપૂર્ણ થવાનું નથી,
ચિયવાશીઓની ગડબડને દુર કરવા લેકશાહ જન્મે તેમ હેના વંશજેમાં દાખલ થયેલા અંધેરને કાપવા કોઈ બીજે લોકશાહ જ જોઇએ, કુદરતે એકલો જ જોઈએ. અને તેમ થયું પણ ખરું. શીવજીના વખતમાં (સંવત ૧૮૮૫) ધર્મસિંહ નામે અને વજાંગજીને વખતમાં ( સંવત્ ૧૬૪૨) લવજી નામે એમ બે સુધારક નીકળી આવ્યા અને હેમણે શુદ્ધ પરૂપણનું કામ ધમધોકાર ચલાવ્યું. પરંતુ એ બન્ને વિરેનું આત્મબળ શ્રીમાનું લોકાશાહ જેટલું ન હોવાથી તેઓ હેના જેટલું પ્રકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com