Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
( ૬૭ ) “કૃપાળુ દેવ ! શ્રી ભગવતે ૨૧૦૦૦ વર્ષ સુધી મુનિ માર્ગ વર્તશે એવું શ્રી ભગવતી સૂત્રના વશમા શતકમાં કહેલું છે તે છતાં આ પંચમ કાળનું બહાનું દઈ શિથિલ પ્રણામ કરી મુનિ માર્ગના આચારથી ઢીલા પડવું એ સારું નહિ; કારણ કે આ મનુષ્યભવ એ અમૂલ્ય ચિંતામણિ સમાન છે. માટે કાયરપણું તજી શુરવીરપણું ગ્રહણ કરે. આપ સરખા સમર્થ વિશાળ બુદ્ધિના વિદ્વાન મહાપુરૂષ, બીજ પામર પ્રાણીની પેઠે નરમ થઈ બેસે તે પછી તેવા પ્રાણીઓને શે દેષ ? માટે આપ આળસ તજી સિંહની પેઠે પરાક્રમ ફેરવી મુનિમાર્ગને અનુસરે અને બીજાને તે પ્રમાણે અનુસરો. આમ કરવાથી જ જિન શાસનની શોભા અ! આત્માનું શ્રેય છે. સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ, દાતારને સમપણું ઘટે નહિ, તેને ચાબખ હોય નહિ; તેમ આપ પણ શુરવીર થઈ કાયરપણું બતાવો એ શોભે નહિ. જેમ ત્રણે કાળમાં અમિમાં શીતળતા હેતી નથી તેમજ જ્ઞાની પુરૂષના મનમાં પણ સંસારને વિષે કોઈ દિવસ રાગ હેત નથી. આપ મુનિ માર્ગ આચરવા તૈયાર થાઓ અને આપની સાથે હું પણ દિક્ષા પાળવા ખુશી છું. સંસાર છોડયા પછી આરંભ પરિહ ગ્રહણ કરવો સર્વથા ગ્ય નથી.”
ઉપર પ્રમાણે ધર્મસિંહનાં સત્ય વચને સાંભળી ગુરૂ મનમાં વિચાકરવા લાગ્યા કે, આ ઘર્મસિંહનું કહેવું અક્ષરે અક્ષર સત્ય છે મહારાથી પણ નિકળાય તેમ નથી અને આવો પતિ વિનીત શિષ્ય જે આ ગચ્છ છોડીને જશે તે મહારા ગચ્છમાં કેટલીએક હરકત થશે; માટે તે ગચ્છમાં રહે તે સારૂ. આ વિચાર કરી ગુરૂએ ધર્મસિંહ શિષ્યને કહ્યું: “ હાલમાં મ્હારાથી આ પૂજ્ય પદીને ત્યાગ થાય તેમ નથી પણ હમે હમણાં ધીરજ રાખે અને પિતાના જ્ઞાન ધ્યાનમાં રહે. થોડાં વર્ષ પછી આપણે આ ગછની કંઈ સવડ કરી આ બધી ઉચાધિ છોડી દઈ ફરીથી સંયમ આદરીશું. હાલ ઉતાવળ કરવી છેડી દે. ”
ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મસિહે વિચાર કર્યો કે જે ગુરૂ સંયમ લે તે બહુ સારૂ; કારણ કે હા જ્ઞાનના ઉપરી છે, માટે હેમને લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com