Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 70
________________ ( ૬૯ ) મહને ૯મારા શુભેચ્છક તરીકે છાજતું નથી. હું હમને આજ્ઞા આપું છું કે હમે કલ્યાણ કરે. હમારા કલ્યાણ માટે હારી આશિર્ પણ ખરા અંત:કરણપૂર્વક આપું છું. હવે હારે હું હમને રણક્ષેત્રમાં સુઝવા જવાને તત્પર થયેલાજ ભાળું છું હારે રણક્ષેત્રનાં સંકટોથી ડરાવવા માટે નહિ પણ તે સંકટ સામે વૈર્યનું કવચ પહેરવાની તમે કાળજી રાખે એટલા માટે સલાહ આપવાની અગત્ય સમજું છું કે, યતિઓ અને પાસ થી ભરપુર વાતાવરણ વચ્ચે રહેવા છતાં એમનાથી જુદે જ–તદન જુદે જ વ્યવહાર સાચવવો એ જેટલું કઠીન છે તેથી પણ વધુ કઠીન તે એઓ વડે ઉશ્કેરાયેલા લોકો તરફથી નિંદા, અપમાન અને વખતે તાડનના રૂપમાં થતા પરિસહ સહન કરવા, એ છે; પરંતુ તે સઘળું આત્મબળ દૃઢ રાખીને હમે ખબજે અને આપણું પવિત્ર પિતામહ મહાવીર અને પિતા લંકાશાહનું નામ ચોતરફ ગજાવજે.”: ધર્મસિંહે વિવેકપૂર્વક માથું નમાવ્યું અને આંખમાં ગુરૂભક્તિનાં અશ્રુ આવ્યાં. “ વધુ કાંઈ હુકમ, કૃપાનાથ ! ” ગદગદ્રીત કઠે વિનયવંત શિષ્ય બોલ્યા. હા, મહારા વિવેકી શિષ્ય ! એક ફરમાશ છે. જે કામમાં હમે જોડાવા માંગે છે તે એવું તો કઠીન અને નવું છે કે તે કામમાં જે હમે ફતેહ પામે છે તે સૌ સારાં વાનાં; નહિ તે " નહિ ઘરના કે નહિ ઘાટના ” એવો ઘાટ થાય અને પરિણામે મહારે હમારી સાથે ગવાવું પડે; માટે મહારે એક કસોટી જેવાની છે. અમદાવાદની ઉત્તર તરફના ઉદ્યાનમાં દરીયાખાન નામના યક્ષનું દેવળ છે હાં આજની એક રાત્રી ગુજારે અને પછી સહવારે હરી છેવટની આજ્ઞા લેવા સુખેથી આવજે.” વંદન કરી ધર્મસિંહ દરીયાખાન તરફ ચાલ્યા, તે વખતે પાછલી બે ઘડી દિવસ રહ્યા હતે. શાસ્ત્રના ફરમાન મુજબ ધર્મસિંહે હાં રાત્રી રહેવા માટે તે જમાના રખવાળની રજા માગી ત્યારે એક મુરલમાને જવાબ આપેઃ “ અરે જતી ! હમને શું દરીયાખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110