Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
*
I'
u.
છે કે કદી
પ્રકરણ ૪ થું.
– ૦લોકાગચ્છની વધુ શાખાઓ.
- ચનારને અટપટા નામોનું લીસ્ટ વાંચતાં ખરે કંટાળો આવ્યો હશે. બા એ કંટાળે ધોઈ નાંખી, બીજા એવા લીસ્ટમાં દાખલ થવા પહેલાં આપણે જરા રસ પડે એવી બાબતો તરફ વળીશું.
ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુનાં ફરમાને-જેવાં તે હતાં તેવાજ રૂપમાં–ચતરફ ફેલાવવાનું કામ મહાન લેકશાહે ઉઠાવ્યું અને તેના મિશનમાં એક પછી એક અનેક મીશનરીઓ ભળ્યા એ આપણે જોયું. પરંતુ જેમ મહાવીર ખુદના વંશજો લાંબે કાળે પરિગ્રહધારી અને શીથીલાચારી બનેલા આપણે જોઈ ગયા તેમજ મહાવીરના આ “ પયગે
મ્બર ” ના–લેકશાહના વંશજો પણ લાંબે કાળે પરિગ્રહધારી અને શીથીલાચારી થઈ ગયા. ત્યાગ-જ્ઞાનાભ્યાસ-પરોપકાર એ સર્વ ભૂલાઈ ગયું. માન, લોભ, ખટપટ અને વિકારેનું જોર વધ્યું. લોકશાહનું નામ માત્ર ગ૭ સાથે જોડાઈ રહ્યું પરંતુ હેને ઉદેશ ભૂલાઈ ગયે. એ ગચ્છ જ જુદો હોય એમ થઈ ગયું. વચલા જમાનામાં તે વર્ગના મીશનરીઓ પરિગ્રહ રાખવા છતાં એટલું તે કરી શકતા કે સ્ફોટા મહેતા રાજાઓ અને અમલદારને મળી ખુશ કરતા અને જૈન ધર્મને ચમત્કાર બતાવતા. એટલે પણ ગુણ હવે તો રહે નહિ. જેમ જેમ વખત વહેતો ગયો તેમ તેમ તેઓની શકિત બીજાઓ ઉપર નહિ પણ પિતાના ભકત ઉપર જ
ચાલવા લાગી. તેઓ ભકતના પર અમુક ટેક્ષ નાખવા લાગ્યા અને તે ૨ ટેક્ષ જોરજુલમથી પણ ઉપરાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com