Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 52
________________ (૫૧ ) કેટલાક વંશજોને ઘણા વિદ્વાન અને કેટલાકને ( પટાવળીના લેખકવડે ) ઘણું જ શ્રીમાન જણાવવામાં આવ્યા છે. અફસોસની વાત છે કે આટઆટલા શ્રીમાન અને ધીમાન અનુયાયીઓ પૈકી એક પણ એ ઈતિહાસની દરકારવાળે ન નીકળ્યો કે જે શંશેાધક બુદ્ધિવડે કે પૈસા વડે લંકાશાહને દતિહાસ એકઠો કરે. ખુદ અમદાવાદમાં જ એ મહાપુરૂષનું રહેઠાણ હતું અને ત્યાં જ શુદ્ધ ધર્મરૂપી ઝરાનું મૂળ હતું, છતાં કઈ પોળમાં હેમનું ઘર હતું તે હજી મહારા જાણવામાં આવ્યું નથી અને એ ઘર શોધીને ત્યાં અવશ્ય હેવા જોઈતા પુસ્તકસંગ્રહની નોંધ લેવા અને તે પુસ્તકોમાંથી એક Central Jain Library બનાવવાને ખ્યાલ કોઇને હજી સ્વમમાં પણ થયો નથી. કેવી નગુણી કોમ કેટલું ખેદજનક અંધારું! એક સાધુને પાંચ-સાત ચેલા થયા કે તુરતજ તે ચેલા પૈકી એક જહેને ગાંડીઘેલી કવિતા કરવાને શેખ હેાય છે તે “ફલાણું પૂજ્યને રાસ” લખવા મંડી પડે છે, હેમાં પૂજ્યના સંસારપક્ષના કાકા, મામા, માસા, ભાઈ, પુત્ર સર્વનાં નામ લખી વાંચનારને બેહદ કંટાળો આપે છે અને વૈરાગ્યનું કારણ શુદ્ર જેવું કલ્પી હેને મોટું રૂપ આપી દે છે. જન્મતિથિ, મરણતિથિ અને ઘડી–પળ સુદ્ધાં લખવાને કવિરાજ ચૂકતા નથીએક પાંચ શિષ્યના ગુરૂના જીવનચરિત્ર માટે આટલી બધી અયોગ્ય કાળજી રખાય છે અને પાંચ લાખ માણસોના ઉપકારી જીવ, હાલના સઘળા સાધુના પૂજનીક પુરૂષ એના ઈતિહાસ માટે એક પણ પૂજે, એક પણ સાધુ કવિઓ, એક પણ શ્રીપૂયે કે એક પણ યતિએ-અરે એક પણ શ્રાવકે પ્રયાસ વટીક કર્યો નથી. જો કે તે મહાન પુરૂષને આપણા જેવા નગુણીઆ વર્ગ વચ્ચેથી ચાલ્યા ગયાને હજી માત્ર ૪૦૦ વર્ષ જ થયાં છે તેથી એમના ઈતિહાસના મુદા મળવા છેક અશકય તે નથી જ. આ કલમ પહેલે નંબરે શ્રીપ્રનું છે. તેઓ પોતાને લોકાશાહના ખરા વારસ મનાવે છે છતાં પિતાના પિતાના સંબંધમાં આટલે થોડે પણ પ્રકાશ નાંખવા થોડી સરખી તકલીફ લેતાં અચકાય એ ઘણું જ ખેદજનક છે. શ્રીમાન લંકાશાહના ઉપદેશ મુજબ કેટલાંક વર્ષ સુધી તે શુદ્ધ ચારિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110