Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
(૫૩ ) દમય સ્વભાવ પ્રોતાઓ પાસે કથનાર (અને તે પણ એવી કથા માટે જ સંસાર છોડી નીકળેલે માણસ પોતે) નાટકના એકટર જેવી બાલીશ મોજમઝામાં આનંદ માને તે જોઈ હેના શ્રોતાઓના મનમાં શું ખ્યાલ આવશે તે વિચારવાનું કામ તે વર્ગને જ સોંપીને હું સંતેષ પકડીશ.
પ્રસંગવશાત હું કહી લઈશ કે, હું યતિ વર્ગને નિંદક નથી. એ વર્ગની હયાતીની જરૂર હું સ્વીકારું છું-અરે આ કાળમાં તો-હાલના સંજોગોમાં તે મહને હેમનું અસ્તિત્વ અતીવ આવશ્યકીય જણાય છે. પરંતુ હું જે કહેવા માગું છું તે એ છે કે –
(૧) શ્રીમાન લંકાશાહને ઉપદેશ પરિગ્રહધારી સાધુ બનાવવાને ન હતો, એ લક્ષમાં રાખી, પરિગ્રહ તદન છોડવાનું હાલમાં ન બની શકે તે છેવટે પરિગ્રહને લોભ જેમ બને તેમ છેડવાને સદગુણ હાંસલ કરવો. અને શ્રી પૂજ્ય સાહેબ તથા યતિઓ પાસે જે કાંઈ દ્રવ્ય હોય તે પિતાનું ન સમજતાં તે દ્રવ્ય જગતના હિત માટે પિતે ટ્રસ્ટી તરીકે સાચવે છે એમ માની, પિતાના યતિ વર્ગને ઉચ્ચ પ્રતિનું જ્ઞાન આપનારી મહેદી પાઠશાળા સ્થાપવામાં, જગાએ જગાએ ફરીને ધર્મોપદેશ કરવામાં, જગાએ જગાએ “માન લંકાશાહ પુસ્તકાલય” ની શાખાઓ ખોલવામાં, જૂના જૈન સાહિત્યનું સંશોધન કરવામાં અને એવાં બીજ ઉત્તમ કામે માં ખર્ચવું જોઈએ. આમ થશે તો વધુ દ્રવ્ય હેમને આપોઆપ આવી મળશે. હેમને વધુ દ્રવ્ય દેવાની ઈચ્છા અને આકર્ષણ દરેક જેનને આપે આપે થશે.
(૨) શ્રીમાન લોંકાશાહના ઉપદેશ મુજબ (અને ભગવાન મહાવીર સ્વામીના ફરમાન અનુસાર) જેઓ હાલ સાધુવ્રત પાળે છે એ વર્ગથી અર્થાત શ્વેતામ્બર સ્થાનકવાસી અથવા સાધુમાગ વર્ગના મુનીઓથી યતિવર્ગ મુદલ અતડા ન રહેવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓને પિતાથી ઉચ્ચ દશામાં માની તેઓને વિનય સાચવી પિતાનું મિશન” યતિ વગે ચલાવવું જોઈએ. માત્ર લોંકાશાહનું નામ રાખવાથીજ પિતે ખરા લોકાગચ્છીય ઠરે છે એમ તિવર્ગ પિકી કોઈનું માનવું હોય તે તે ભૂલભરેલું છે. પંચ મહાવત નહિ પાળનારા કરતાં પાળનારા હજાર વખત ઉત્તમ છે, પછી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com