Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ચોગ્ય નથી, કારણ કે ભવિતવ્યતા કેઈથી પણ કરી શકતી નથી. કહ્યું છે કે– નાળીયેરના ફળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનું હેય છે તે અવશ્ય થાયજ છે, અને ગજમુક્ત કપિસ્થ (કઠાં)ની જેમ જે જવાનું હોય છે તે અવશ્ય જાયજ છે.” તે પછી ત્રીજે દિવસે હાથીનું મરણ થવાથી રાજાએ ગણકનું કથન બધું સત્ય સમજી લીધું. કહ્યું છે કે - * ચામાવિમાવાનાં, અતીજારો વા મા .. तदा दुःखैन बाध्यंते, बलरामयुधिष्ठिराः // 1 // “અવશ્ય ભાવિભાવને જે પ્રતીકાર થઈ શકતો હોત તે નળરાજા, રામચંદ્ર અને યુધિષ્ઠિર વિગેરેને દુઃખો સહન કરવા જ ન પડત.” તેમજ વળી કહ્યું છે કે “જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરૂ પર્વત જે ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ધારણ કરે, અને પર્વતના અગ્રભાગે શિલાપર જે કદાચ પદ્મ વિકસિત થાય (ઉગે), તોપણ વિધિકૃત ભાવી કમરેખા ફરી શકતી નથી. પછી રાજાએ સાહસપૂર્વક મેટા આડંબરથી પુત્રને વિવાહમહોત્સવ કર્યો. વિવાહ પછી પુનઃ હારનું સ્મરણ થતાં રાજા મનમાં ખેદ લાવિને મંત્રીને કહેવા લાગે કે -“હે મંત્રી ! તે હારના ચોરને હું અવશ્ય શૂળી ઉપરજ રાજ્ય આપીશ, અર્થાત્ શૂળીએ જ ચડાવીશ. મારું રાજ્ય તે મારા પુત્રોજ ભગવશે. " આ પ્રમાણે ગર્વથી તે ચોરને માટે ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી. કહ્યું છે કે –“સ્વમન:કલ્પિત ગર્વકેને થતો નથી? ટીટેડી પણ આકાશના પડવાથી ભૂમિભંગના ભયને દૂર કરવા પિતાના પગ ઉચે રાખીને સુએ છે. " Jun Gun fatadhak Trust Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100