Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. - કેદખાનામાં નાંખી દ્યો.” આવા પ્રકારને રાજાને આદેશ પામીને તે સેવકે તેને કારાગારમાં લઈ ગયા. પછી ત્યાં રહીને તે એકચિત્ત ઉપસર્ગહરસ્તોત્રનો પાઠ કરવા લાગે. - એવા અવસરમાં દિવ્ય પ્રભાવથી રાજાના મનમાં આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયો કે આ બિચારા વણિકપુત્રને અહીં રેકી રાખવાથી આપણે શું કાર્યસિદ્ધિ થવાની છે? માટે તેને મુક્ત કરૂં. એવામાં તેની સભામાં કેઈક વિદ્યાસિદ્ધ જ્ઞાની આવીને રાજાને આશીર્વાદ દઈ ત્યાં બેઠે; એટલે રાજાએ પણ સ્વાગતપૂર્વક તેને કુશળ પ્રશ્ન પૂછયો. તે બોલ્યો કે.. suથા નાન, ગળાનાં હિતવાચતા || ગણાનાં વિત્તવાસિંઘવ, સુવિજિ નિરંતર II રાજાઓની સૌમ્ય દષ્ટિથી, પ્રજાઓના હિત વાક્યથી અને આપ્ત જનોના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.” પછી રાજાએ તેને પ્રશ્ન કર્યો કે-“હે જ્ઞાની ! તમે શું શું જાણે છે?” તેણે કહ્યું કે-“જીવિત, મરણ, ગમનાગમન, રોગ, યોગ, ધન, લેશ, સુખ, દુઃખ અને શુભાશુભ-એ બધું હું જાણું છું.” એટલે પલ્લીપતિએ કહ્યું કે– તે અમારા શત્રુ અશેકચંદ્રનું મરણ ક્યારે થશે તે કહે.” સિધ્ધ છે કે એકાંતમાં કહીશ.” રાજા બોલ્યા કે અહીં સર્વે મારા પિતાના માણસે જ છે; માટે કંઈ પણ સંદેહ રાખ્યા વિના કહે.' સિધેિ કહ્યું કે-ગુપ્ત વાત છ કાને જાય છે તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાન 1 સુધી રહે તો સ્થિર ટકે છે અર્થાત્ ગુમ રહે છે, અને બે કાને હોય ત્યારે તે તેને લોદ બ્રહ્યા પણ મેળવી શકતા નથી. પછી રાજાના

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100