________________ પ્રિયંકરપ ચરિત્ર. " ન્યાય, દર્શન,ધર્મ તીર્થસ્થાને અને સુખસંપત્તિ જેના આધારે પ્રવર્તે છે તે પૃથ્વીપતિ જયવંત રહે.” વળી પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને મળે છે અને જે રક્ષણ ન કરે, તે પ્રજાના પાપને છ ભાગડ્રો તેને મળે છે.” , પછી રાજા જિનમંદિરાદિક ક્ષેત્રમાં બહુ ધનને વ્યય કરવા લાગે, કહ્યું છે કે જિનમંદિરમાં, જિનબિંબમાં, પુસ્તક લખાવવામાં અને ચતુર્વિધ સંઘની ભક્તિમાં જે પિતાના દ્રવ્યને વ્યય કરે છે તેઓ જ આ સંસારમાં પુણ્યવંત છે.” વળી મહિનામાં બે પાક્ષિકના પારણાના દિવસે ધરણે આપેલ મુદ્રિકાના પ્રભાવથી તે બેવાર સ્વામીવાત્સલ્ય કરવા લાગે. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં તેણે ઘણાં વર્ષો વ્યતીત કર્યા એકદા પારણાના દિવસે પ્રિયંકર રાજા ગુરૂવંદનને માટે ઉપશ્રયે ગયે. ત્યાં જિનધર્મથી વાસિત દેહવાળો, શ્રાવકની અગીઆર પ્રતિમાઓને વહન કરનાર, શ્રાવકના એકવીશ ગુણોથી અભિરામ અને બાર વ્રતધારી એ એક શ્રાવક શ્રી ગુરૂના ચરણને વંદન કરતે હતે. આવા પ્રકારના ગુણધારી તે શ્રાવકને જોઈને રાજાએ પ્રણામ કરી આગ્રહપૂર્વક પોતાને ઘેર ભેજનને માટે તેને નિમંત્રણ આપ્યું. તેણે પણ રાજાને બહુ આગ્રહ જાણીને કબુલ રાખ્યું. પછી ગુરૂમહારાજે રાજાને કહ્યું કે હે રાજન! આજે આ શ્રાદ્ધવર્યને અષ્ટમનું પારણું છે માટે એને સર્વ કરતાં પ્રથમભેજન આપજે.” રાજાએ પણ તે પ્રમાણે કરવા કબલ રાખ્યું. પછી તે જિનપૂજાદિ નિત્ય કૃત્ય કરીને ભજનને માટે રાજાને ઘેર આવ્યા. એટલે રાજાએ તેને બહુ સન્માન પૂર્વક ભેજન કરાવવા એક સુંદર આસન પર બેસાર્યો અને તેની આગળ સુવર્ણના થાળમાં વિવિધ પ્રકારના દિવ્ય પકવાન્ન પીરસ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust