Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 91
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. જોયા. ત્યાં એક શુક મને જોઇને કહેવા લાગ્યો કે– . समागच्छ समागच्छ, प्रियंकरमहीपते / ....पुण्याधिकैरिदंस्थानं, प्राप्यते न परेनरैः // 1 // - “હે પ્રિયંકર રાજા ! આ, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીઓ સિવાય કેઈને મળી શકતું નથી.” ત્રીજી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મેં નૃત્ય કરતાં મયૂરો જોયા. તેમાં એક મયૂર મને જોઈને કહેવા લાગ્યા કે– सफलं जीवितं जात-मद्य राजेंद्रदर्शनात् / धन्यं तन्नगरं नूनं, यत्र राजा प्रियंकरः // 1 // ' “આજ રાજેદ્રના દર્શનથી અમારૂં જીવિતવ્ય સફળ થયું. ખરેખર જ્યાં પ્રિયંકર રાજા છે, તે નગર પણ ધન્ય છે.” ચોથી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મારી આગળ કુદકા મારતા ઘણા કસ્તુરિક મૃગો અને રાજહંસ જોવામાં આવ્યા. તેઓએ મને જોઈને પ્રણામ કર્યા. પાંચમી પ્રતેલીમાં જતાં સ્ફટિક રત્નની બનાવેલી કીડાવાપીએ અને મંડપો દીઠા. છઠ્ઠીમાં ઈંદ્રના સામાનિક દેવોના હ (હવેલીઓ) જોયા. અને સાતમી પ્રતોલીમાં પ્રવેશ કરતાં નાના પ્રકારના આશ્ચર્યમય અને દેવકેટીથી યુક્ત એવી ધરણંદ્રની રાજસભા જોઈ ત્યાં બેસીને મેં અનેક મનહર દેવાંગનાઓનું વિવિધ હાવભાવ સહિત નૃત્ય જોયું. ત્યાં ધરણે મને પિતાના પુણ્યનું ફળ બતાવવાને માટે નવ દિવસ સુધી પિતાના પુત્રની જેમ રાખ્યો, અને તેની દેવીઓએ મારી અનેક રીતે બરદાસ્ત કરી તથા તેમણે દિવ્ય આહારનું મને ભોજન કરાવ્યું, તે આહારનું સ્વરૂપ તે મારાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની ધરણેન્દ્રની પુણ્ય પ્રભાવ સમૃદ્ધિ જોઈને વિસ્મય પામેલા મારા મનમાં પુણ્ય કરવાની અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100