________________ 54 પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે કેટલાક દિવસો પછી તે વ્યંતરને હાંકી કાઢવાની વાત. રાજાના હિતકર નામના મંત્રીના સાંભળવામાં આવી. કારણ કે ગુપ્ત કરેલું પણ શુભાશુભ પ્રાય: લોકમાં પ્રસિદ્ધ થાય છે. પછી તે મંત્રીએ પ્રિયંકરને પિતાને ઘેર બોલાવ્યો અને સ્વાગત પૂછ્યું. કહ્યું છે કે–આવે, પધારે, આ આસન પર બેસે, તમારાં દર્શન નથી મને ખુશાલી થઈ છે, આજકાલ ગામમાં શું વાત ચાલે છે, કેમ હાલમાં તમે અશક્ત લાગે છે ? હમણાં તે બહુ વખતે દેખાયા-આ પ્રમાણે ઘેર આવેલા પિતાના સ્નેહીને જે આદરપૂર્વક કહે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું એગ્ય છે પછી મંત્રીએ કહ્યું- હે પ્રિયંકર ! તારા પરોપકારને વૃત્તાંત મારા સાંભળવામાં આવેલ છે. ખરેખર તું ધન્ય અને ભાગ્યવંત છે. કહ્યું છે કેपरोपकाराय वहंति नद्यः, परोपकाराय फलंति वृक्षाः। . परोपकाराय दुईति गावः, परोपकाराय सतां विभूतयः // 1 // નદીઓ પરોપકારને માટેજ વહે છે, વૃક્ષો પરોપકારને માટેજ ફળે છે, ગાયે પરોપકારને માટેજ દુધ દે છે અને સજજન પુરૂષોની વિભૂતિ પરોપકારને માટેજ હોય છે. " વળી મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતાર અને ધર્મોપદેશકો–એમના ઉપકારોની વસુધા પર મર્યાદા (હદ) નથી. જો કે આ જગતમાં તે સ્વાર્થ રહિત સ્નેહ પણ દુર્લભ છે.” કહ્યું છે કે- જન્મથી નિવાસ કરવાને લીધે વિંધ્યાચળ ઉપર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી મધુકરની કમળમાં પ્રીતિ હોય છે, સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રેમ દેખાય છે, અને મેઘમાં જળના લાભથી ચાતક પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust