Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 88
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. . વનમાંથી ચાલ્યા આવતા મંત્રીઓ વિગેરેના જોવામાં આવ્યા. તત્કાળ રાજા ત્યાં આવીને તેમને મળ્યા. મંત્રી પ્રમુખ સર્વેએ હર્ષિત થઈને તેમને નમસ્કાર કર્યા. પછી વિવિધ વાઘે વાગતાં, ઘેર ઘેર તારણો બંધાતાં, રસ્તામાં વિવિધ વર્ણવાળા પતાકાઓ બાંધવામાં આવતાં અને ગંધર્વોનાં ગીત ગાન થતાં મહત્સવ પૂર્વક રાજા નગરમાં પ્રવેશ કરીને પ્રથમ પરિવારસહિત જિનમંદિરે આવ્યું, તે વખતે રાજાની દ્રષ્ટિ પડતાં તત્કાળ તે જિનમંદિરના કપાટ સ્વયમેવ ઉઘડી ગયા. પછી રાજા ત્રણ પ્રદક્ષિણા દઈને, નિસિહી કહીને, મૂળ મંડપમાં આવી, પ્રભુ પાસે અનેક પ્રકારના ઉત્તમ ફળ ધરી શ્રીજિનપ્રતિમા સન્મુખ રહી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે– જે પાર્વપ્રભુ ધરણે દ્રથી લેવાયા છે, જેમને સુરાસુર ભક્તિથી સ્તવે છે, જેમણે કમઠને પ્રતિબોધ આપે છે, જેમનું ચિંતવન કરતાં સમસ્ત કાર્યોની સિદ્ધિ થાય છે, જેમનું તેજ અદ્દભુત છે, અને જેમને હાલ આ કાળમાં પણ પ્રગટ પ્રભાવ છે એવા હેશ્રી પાર્શ્વનાથ પ્રભુ! અમારું કલ્યાણ કરે. શ્રેષ્ઠ કનક, શંખ અને પ્રવાલના વિવિધ આભરણેથી વિભૂષિત અને મરકતમણિ તથા ઘન (વર્ષા) સટશ એવા હે પાર્શ્વનાથ સ્વામી ! તમારી હું વારંવાર સ્તુતિ કરું છું. આ કળિકાળમાં પણ એકસો સિત્તર તીર્થકમાં પિતાના પ્રભાવથી આપ્ત જનની સત્વર સિદ્ધિ કરનારા તથા સર્વ દેવાથી પ્રજિત એવા હે પાર્શ્વનાથ ! તમને હું વંદન કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરીને તથા શકસ્તવાદિ ભણીને રાજા પોતાના આવાસમાં આવ્યું. હવે મંત્રી પ્રમુખ સભાસદેએ રાજાને પાતાળ લોકનું સ્વરૂપ તથા ધરણેન્દ્રની સમૃદ્ધિનું સ્વરૂપ પૂછયું, એટલે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100