________________ પ્રિયંકરનુપચરિત્ર. - વચનેથી રાજાને લાવ્યા કે- સ્વામિન ! પ્રભાત થયે છે અને સભાસદે સર્વે સભામાં તમારી રાહ જોઈને બેસી રહ્યા છે, માટે આપ સત્વર આવીને સભાને અલંકૃત કરે.” આ પ્રમાણે મંત્રીએ વારંવાર કહ્યા છતાં અંદરથી કેઇએ જવાબ ન આપે. પછી મંત્રીએ વિચાર્યું કે–ખરેખર કેઈ દેવ, દાનવ કે વિદ્યાધર તેને હરી ગયેલ લાગે છે. છેવટે મંદિરના બારણા ઉઘાડવાને માટે તેણે અનેક ઉપાયે કર્યા, પણ પુણ્યહીનના મને રથની જેમ તે સવે નિષ્ફળ ગયા. કુહાડાના પ્રહાર કરતાં તે બધા ધાર વિનાના (બુંઠા) થઈ ગયા; કારણકે દેવતાએ દીધેલ કપાટ કેનાથી ઉઘડી શકે? પછી મંત્રીએ ત્યાં ધૂપ, નૈવેદ્યાદિક ધર્યા એટલે સંતુષ્ટ થયેલ અધિષ્ઠાયિક દેવ બોલ્યા કે “હે મંત્રિન! વૃથા પ્રયત્ન ન કર. પુણ્યવંત રાજાની દૃષ્ટિ પડતાં દ્વાર સ્વયમેવ ઉઘડી જાશે. તારા રાજા આનંદમાં છે. તેના સંબંધમાં તું ચિંતા ન કર.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું કે-“હે દેવ! અમારા રાજા કયાં છે? શું કોઈએ તેનું અપહરણ કર્યું છે? તે કયારે આવશે?” દેવ બોલ્યા કે પોતાની સમૃદ્ધિ દેખાડવાને માટે ધરણેન્દ્ર તેને પિતાના ભુવનમાં લઈ ગયા છે, તેથી આજથી દશમે દિવસે તે અહીં અવશ્ય આવશે. અને દેવતાના સાન્નિધ્યથી આવીને તે પાર્શ્વનાથ પ્રભુની આગળ પ્રતિદિન દીપક પૂજા કરીને જ ભોજન કરેશે.” આ પ્રમાણે કહીને દેવતા અદશ્ય થઈ ગયે. એટલે મંત્રીએ સભામાં આવીને દેવની કહેલી સર્વ વાત સભાજનેને નિવેદન કરી. આથી તેઓ પણ સંતુષ્ટ થઈને પિતાપિતાને સ્થાનકે ગયા. પછી દશમે દિવસે પરિવાર સહિત મંત્રી નગરની બહાર રાજાની સન્મુખ આવ્યા. એવામાં દિવ્ય અશ્વપર બેઠેલ રાજા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust