________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પુરૂષોત્તમ ! રાજવાડીમાં મારું દેવકુળ છે, લોકેની આશા પૂરનાર હું સત્યવાદી નામને યક્ષ છું, તેથી બધા લોકો મને પૂજે છે. એકદા તે મંત્રીસુતા પિતાની સખીઓ સહિત કીડા કરવા તે રાજવાડીમાં આવી હતી. કીડા કરતી કરતી મારા મંદિર પાસે આવી. પછી મારી મૂર્તિ જોઈને તે હસીને બોલી કે ખરેખર આ દેવ નથી, પણ પાષાણખંડજ છે.' એમ કહીને નાકને મરડી ત્યાંથી ચાલતી થઈ, તે વખતે જ કુપિત થઈને મેં તેને છળ કર્યો છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષેશ ! રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કોઈ સ્થાન ભસે, તે શું હાથીને તેની સાથે કળહ કરવો ઉચિત છે? મદોન્મત્ત થયેલ શીયાળીઓ જે કે સિંહની સમક્ષ વિરલ બોલે છે, છતાં સિંહ તેના પર કોપાયમાન થત નથી, કારણ કે અસદશ જન પર કેપ શું કરે? કાગડો કદાચ ગજે. દ્રના મસ્તક પર વિષ્ટા કરે, તે તે કાગડાની જાતને ઉચિત છે, પણ તેથી ગરેંદ્રના બળમાં કાંઈ હીનતા આવતી નથી. માટે તે ઉત્તમ! આ અજ્ઞબાળા પર તમારે કેપ કરવો ઉચિત નથી.” ઈત્યાદિક મધુર વચનથી કુમારે તેને કોપ શાંત કર્યો. પછી યક્ષ બોલ્યો કે-“તમારા ઉપસર્ગહરસ્તવના ગુણનથી (ગણવાથી) હવે હું એના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારા સાહસની પરીક્ષા કરી છે, પરંતુ તારા સાહસથી હું અતિશય સંતુષ્ટ થયો છું, માટે તું વર માગ.” પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષરાજ ! જે તમે મારા પર સંતુષ્ટ થયા છે તે એ પ્રધાનપુત્રીને સજજ કરીને મારા પર ઉપકાર કરે.” એટલે યક્ષે તેના વચનથી તેને સજજ કરી, અને કહ્યું કે-“આ મારી નિંદાકરવાથી બહ પુત્ર પુત્રીને ઉત્પન્ન કરનારી થશે.” પછી પ્રિયંકરને સર્વ પક્ષીઓની ભાષા સમજાય તેવું જ્ઞાન આપીને યક્ષ સ્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust