Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 66
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હું તમને મુક્ત કરું, અન્યથા નહિ.” પ્રિયંકર બોલ્યા કે-“મેં જે પ્રતિજ્ઞા લીધી છે, તે તે મરણાંત કષ્ટ આવતાં પણ મૂકવાને નથી.” વિપ્ર બેલ્ટે કે –“આ પ્રમાણે પોતાનાં વચનનું ઉલ્લઘંન કરવું, એ શું સંત જનેને યોગ્ય છે?” કુમાર બોલ્યા કે–“ચંદ્રમા દોષાકર (દેષને આકાર-પક્ષે દે-રાત્રી કરનાર), કુટીલ, કલંકિત અને મિત્ર ( સૂર્ય )ના અવસાન સમયે ઉદય પામનાર હોવા છતાં મહાદેવને તે વલ્લભ છે, માટે સજજને આશ્રિત જનમાં ગુણ દેષને વિચાર કરતા નથી. મોટા જને માત્ર ગુણને જ ગણનામાં લેતા નથી; પરંતુ સ્વીકાર કરેલ નિર્ગુણને પણ તેઓ પાળે છે. જુઓ ! મહાદેવ અદ્યાપિ વિષને ધારણ કરે છે. કૂર્મ પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરે છે અને સમુદ્ર વડવાનળને વહન કરે છે, માટે સજજને અંગીકાર કરેલનું પાલન કરે છે. હે વિપ્ર ! તારે એ અબળા બાલિકા સાથે શે વૈરભાવ છે કે જેથી તું એને સતાવે છે? કારણ કે- તૃણ પર કુહાડે, મૃગ પર સિંહનું પરાક્રમ, કમળ ઉખેડવા માટે હાથીને શ્રમ અને કીડી પર કટક-એ બધું સર્વથા અનુચિતજ છે.” બ્રાહ્મણ બોલ્યા કે " આમ કહેવાથી તમારું વચન નિષ્ફળ થયું. કહ્યું છે કે- જેને જીભ વશ નથી, તેને ત્રણ જગત સાથે વેરબંધાય છે, અને જેની જીભ ઉપર અમૃત છે, તેને ત્રણે લેક વશવર્તી જ રહે છે. વિદ્યા જીભના અગ્ર ભાગપર રહે છે,મિત્ર અને બાંધવે જીભના અગ્ર ભાગપર રહે છે, બંધન મોક્ષ અને પરમ પદ પણ જીભના અગ્ર ભાગપર છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલે કે–આવાં તમારાં વચનપ્રપંચથી જણાય છે કે ખરેખર તમે બ્રાહ્મણ નથી, પણ કેઈ દેવ કે દાનવ જણાઓ છે? એટલામાં તે બ્રાહ્મણે પિતાનું દિવ્ય રૂપે પ્રગટ કરીને કહ્યું કે-“હે પ્રિયંકર બ્રાહ્મણના દિવ 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100