Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ 78 પ્રિયંકરનૃપ ચરિત્ર. કરવા લાગ્યું, એટલે તેનું અનુકરણ કરીને તેની પ્રજા પણ ધર્મમાં આદર કરી અનેક પ્રકારના પુણ્યકર્મ કરવા લાગી. કહ્યું છે કે-રાજા જે ધમિષ્ટ હોય તે પ્રજા ધમિષ્ટ થાય છે, રાજા જે પાપી હોય તે પ્રજા પાપષ્ટ થાય છે, અને જે સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાનું જ અનુકરણ કરે છે. એટલા માટે જ કહેવાય છે આ પ્રમાણે કેટલાક દિવસે વ્યતીત થયા પછી ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી કે જેને પટ્ટરાણી પદે સ્થાપી હતી તેને પુત્ર છે. એટલે રાજાએ મહા આડંબરપૂર્વક તેનો જન્મોત્સવ કર્યો અને દીનાદિકને બહુ દાન આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે પુત્રનું રાજાએ મહોત્સવપૂર્વક “યંકર એવું નામ પાડ્યું. પાંચમે મહિને તે કુમારને મુખમાં દાંત આવ્યા; એટલે રાજાએ તે બાબત શાસ્ત્રજ્ઞ જનોને પૂછયું. તેઓએ કહ્યું કે- જો પ્રથમ મહિને દાંત આવે તે કુળને વંસ કરે છે, બીજે મહિને આવે છે તે પિતાને જ હણે છે, ત્રીજે મહિને આવે તો પિતા અને પિતામહનો નાશ કરે છે, ચોથે મહિને આવે તો ભાઈઓને વિનાશ કરે છે, પાંચમે મહિને આવે તે શ્રેષ્ઠ એવા હાથી, અશ્વ અને ઉંટની પ્રાપ્તિ થાય છે, છટ્ટે મહિને આવે તે કુળમાં કલહ અને સંતાપ કરે છે, સાતમે મહિને ધન, ધાન્ય અને ગાય વિગેરેને નાશ કરે છે અને જે દાંત સહિત જન્મ થાય તો તેને રાજ્ય મળે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ સંતુષ્ટ થઈ તેમને દ્રવ્ય અને વસ્ત્રાદિક આપી વિસર્જન કર્યા. અન્યદા રાજાના બીજા હૃદય સમાન અને સર્વ રાજ્યકાર્યમાં ધુરંધર એવો મંત્રી શૂળરેગથી મરણ પામે. તેથી પ્રિયંકર રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100