________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અન્યદા અવસરે અશોકપુરની નિકટના ઉદ્યાનમાં શ્રીધર્મ, નિધિસૂરિ પિતાના પરિવાર સહિત પધાર્યા. વનપાલકના મુખથી તેમનું શુભાગમન સાંભળીને અત્યંત હર્ષિત થયેલ પ્રિયંકર રાજા તેમને વંદન કરવાને પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયે; અને વિધિપૂર્વક તેમને વંદના કરીને એગ્ય સ્થાને બેઠે. આચાર્ય મહારાજે તેને ગ્ય જાણીને આ પ્રમાણે ધર્મોપદેશ આપે કે શ્રી જિનચંદન, જિનપૂજા, નમસ્કાર મંત્રનું સ્મરણ, સુપાત્રે દાન, સૂરીશ્વર (સુગુરુ) ને નમસ્કાર તથા તેમની ભક્તિ અને ત્રસજીવોની રક્ષાએ શ્રાવકેનું દિનકૃત્ય છે.” (આ કાવ્યમાં પ્રત્યેક ચરણના એક એક અક્ષરથી ગ્રંથકર્તાનું નામ શ્રી જિનસૂરિ નિષ્પન્ન થઈ શકે છે. ) વળી “મહોત્સવ પૂર્વક તીર્થયાત્રા કરવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, શ્રી સંઘની પૂજા કરવી, આગમ લખાવવા અને તેની વાચના અપાવવીએ વર્ષકૃત્ય છે.” તીર્થયાત્રાનું ફળ આ પ્રમાણે છે-“નિરંતર શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ચાર પ્રકારના સુકૃતની પ્રાપ્તિરૂપ ઉચ્ચ ફળ, તીર્થની ઉન્નતિ, અને તીર્થકરપદની પ્રાપ્તિ-યાત્રા કરવાથી આ ચાર પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે - "वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवांछया। वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु. सच्चरित्रतः" // 1 // “હે મહાનુભાવ ! તીર્થયાત્રાથી શરીરને પાવન કર, ધર્માભિલાષથી મનને પાવન કર, પાત્રદાનથી ધનને પવિત્ર કર અને સ ચારિત્રથી કુળને ઉજવળકર.” વિશેષમાં શ્રી શત્રુંજય તીર્થ પર જિનેશ્વરનાં દર્શન કરતાં બંને દુગતિ (નરક ને તિર્યંચ) ને ક્ષય થાય છે અને પૂજા તથા સ્નાત્ર કરવાથી હજાર સાગરોપમના કરેલ દુષ્કર્મ ક્ષીણ થાય છે. ધ્યાન કરતાં હજાર પલ્યોપમનું, અભિગ્રહથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust