________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 77 પ્રિયંકરના આ રાજ્યમાં કેઈને પણ રોગ, દુર્ભિક્ષ, મરકી, ઈતિ, ચેર અને ત્રુ વિગેરેને ભય પ્રાપ્ત થશે નહીં.” પછી દેવતાએ પ્રિયંકર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને સંતુષ્ટ થયેલા અશોકચંદ્ર રાજાએ પણ પોતાના હાથે તેના ભાસ્થળ પર રાજતિલક કર્યું એટલે મંત્રી પ્રમુખ રાજલકે એ પ્રિયંકરને રાજ્યાભિષેક કર્યો. પછી તે સિંહાસન પર બેઠે એટલે તેના પર છત્ર ધરવામાં આવ્યું અને વારાંગનાઓ તેની આગળ નૃત્ય કરવા લાગી. પ્રધાન, સ્વજનો અને તેના માતાપિતાદિક સર્વે અત્યંત હર્ષ પામ્યા. - આ પ્રમાણે “પ્રિયંકરને દેવતાએ રાજ્ય આપ્યું” એમ સંભળીને શત્રુ રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટશું કર્યું. સમસ્ત પ્રજા પણ તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી. પછી સાતમે દિવસે અશચંદ્ર રાજાનું મરણ થયું, એટલે શોકાતુર થયેલા પ્રિયંકરે પિતાના પિતાની જેમ તેનું મૃતકાર્ય ( ઉત્તરકિયા) કર્યું અને રાજાના પુત્રને તથા ગોત્રીઓ વિગેરેને પ્રામાદિક આપીને સંતુષ્ટ કર્યા. પછી અનુક્રમે તેણે ઘણા દેશો સાધ્યા, અને અનેક રાજાઓ તેના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે ઉપસર્ગહરસ્તોત્ર ગુણનના પ્રભાવથી પ્રિયંકરને આ ભવમાં પણ સર્વ ઈષ્ટ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ અને તેના ભંડારમાં અગણિત ધન થયું. કહ્યું છે કે-ઉપસર્ગહરસ્તાવના ગુણનથી ભવીજનોનાં કાર્યની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુઓ મિત્ર બની જાય છે. વળી–સુકૃત એ ધનનું બીજ છે, વ્યવસાય એ જળ છે, તેપ એ વૃષ્ટિ છે અને સમય પ્રાપ્ત થતાં તે ઉદયમાં આવીને ભવ્યોને સત્ ફળ આપે છે.” હવે પ્રિયંકર રાજા પિતાના દેશમાં અનેક પ્રકારના દાન પુણ્ય 0. Gunratnasuri Jun Gun Aaradhak Trust