________________ પ્રિયંકરપ ચરિત્ર, કાળે સંપુરૂષોને પણ પ્રાયઃ વિપરીત બુદ્ધિજ સૂજે છે. પરંતુ શું આ તે દેવની ચેષ્ઠા છે? અથવા કેઈ દુર્જને દુષ્ટતા વાપરી છે?” આ પ્રમાણે સર્વ સ્વજનાદિક કિમંતવ્યતામૂઢ થઈ ગયા. પછી કુમારે બ્રાહ્મણને કહ્યું કે “હે વિપ્ર ! જે મેં તારી સ્ત્રીને છુપાવી રાખી હેય, તે હું આ પ્રમાણે શપથ લઉં. “જો મેં તારી સ્ત્રી છુપાવી રાખી હોય, તે જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી વર્તતા હોય, તેમનું પાપ મને લાગે, અધમજનો જે પારકાનું ધન ચોરી લે છે, તેમનું પાપ મને લાગે,જેઓ કૃતન, વિશ્વાસઘાતક અને પરદારોલંપટ છે, તેમનું પાપ મને લાગે, ધર્મની નિંદા કરનાર, પંક્તિમાં ભેદ રાખનાર, ઝઘડામાં પક્ષપાત કરનાર, પોતાની સ્ત્રીને ત્યાગ કરી અન્યત્ર પ્રેમ કરનાર, બે સ્ત્રીમાં સ્નેહને ખોટો વિભાગ કરનાર, કૂટ સાક્ષી પૂરનાર, પર દ્રહ કરનાર, પિતાને દ્વેષ કરનાર અને કુબુદ્ધિને આપનાર–એમનું પાપ મને લાગે.” આ પ્રમાણે સાંભળીને વિપ્ર બોલ્યો કે-ર કમીઓના શપથને પણ હું માનતો નથી. એટલે પ્રિયંકરે કહ્યું કે “તે તું તેને બદલે યથોચિત ધન મારી પાસેથી લે.” બ્રાહ્મણ બોલ્યો કે મારે ધનનું કાંઈ પ્રયજન નથી, કેવળ મારી ભાર્યા મને સોંપી દે.” કુમાર બોલ્યો કે “આ પ્રમાણે અસત્ય કલંક માથે વહોરવા કરતાં બહેતર છે કે સર્વથા પ્રાણોનેજ તજી દેવા.” એમ કહીને તે જોવામાં પોતાના હાથે ખગ લેવા ગયે, તેવામાં વિપ્ર તેનો હાથ અટકાવીને બોલ્યો કે- હે કુમાર! સાહસ ન કરે, જો તમે મારું એક કથન માને તે હું મારી સ્ત્રીની માગણી રદ કરૂ. " એટલે કુમાર હર્ષિત થઈને બોલ્યો કે-જે કંઈ તું કહીશ, તે કરવાને હું તૈયાર છું. જે ઇચ્છા હોય, તો હું તારો દાસ થઈને રહું.” બ્રાહ્મણે કહ્યું કે–જે તમે સંત્રીસુતાનો પ્રતીકાર ન કરે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust