________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 57 એવા અવસરમાં કઈક મધ્યમ વયનો નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી પ્રિયંકરને ઘેર આવ્યા, અને આશીર્વાદ દઈને તેની આગળ બેઠો, એટલે પ્રિયંકરે મધુર વચનથી તેને બોલાવ્યો હે દ્વિજોત્તમ ! અહીં આપનું આગમન શા નિમિત્તે થયું છે?” તે બોલ્યો કે- હે સંપુરૂષ ! તમારા લાયક કંઈક કાર્ય છે. " એટલે પ્રિયંકર બોલ્યો કે- તમે સુખે ફરમાવે, જે મારાથી બની શકશે તે હું કરી આપીશ.” બ્રાહ્મણ બોલ્યા કે-“હે સજન! જો આપ પ્રાર્થનાનો ભંગ ન કરો, તોજ હું પ્રાર્થના કરું. કહ્યું છે કે- પરની પ્રાર્થના સાંભળીને માત્ર બેસી રહેનાર એવા પુત્રને હે જનનિ ! જન્મજ આપીશ નહિ, અને જે પરની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે ઉદરમાં પણ ધારણ કરીશ નહિ. " વળી હે પુરૂષ ! આ જગતમાં પરોપકાર એજ સાર - છે. કહ્યું છે કે- ચંચા (મનુષ્યાકૃતિ) ક્ષેત્રનું રક્ષણ કરે છે, ધ્વજા ઘરનું, ભસ્મ કણોનું અને દાંતમાં રાખેલ તૃણ (શત્રુથી) પ્રાણોનું રક્ષણ કરે છે. બાકી ઉપકાર વિનાના નાતે પ્રયોજન વગરના (નકામા) જ છે.ઈત્યાદિક વિવેચન કરીને તે વિપ્રે પોતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે “હે ઉત્તમ! સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામે રાજા છે. તેણે એક મેટે યજ્ઞ માંડે છે. ત્યાં દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષમૂલ્યવાળો હાથી આપવાનો છે, માટે લેભથી પરાભવ પામેલે હું દરિદ્રી તે હાથી લેવાને ત્યાં જવા ઇચ્છું છું કહ્યું છે કે આ દુર્ભર ( ખે ભરવા લાયક) ઉદરને માટે શું શું ન કરાય, કેને કોને ન પૂછાય અને ક્યાં કયાં મસ્તક ન નમાવાય? દ્રવ્યના લેભીઓએ શું શું ને કર્યું અને શું શું ન કરાવ્યું? અર્થાત કાંઈ બાકી રાખ્યું નથી. માટે ત્યાં જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust