________________ પ્રિયંકરસૃપ ચરિત્ર. હાલ તો હું સ્વગૃહના કાર્યમાં વ્યાકુળ છું, માટે થોડા વખત ધીરજ રાખે.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે-“ઉત્તમ જનો તે પોતાનું કાર્ય તજીને પણ પરકાર્ય કરે છે. કહ્યું છે કે-“સુજન જને પોતાના કાયથી વિમુખ થઈને સદા પરકાર્ય કરવામાં આસક્ત હોય છે, કારણ કે ચંદ્રમા વસુધાને ઉજવળ કરે છે અને પિતાના કલંકને સ્પર્શ પણ કરતું નથી.” વળી નૈષધકાવ્યમાં કહ્યું છે કેयाचमानजनमानसत्तेः, पूरणाय बत जन्म न यस्य / तेन भूमिरतिभारवतीयं, न द्रुमैन गिरिभिर्न समुद्रैः // 1 // યાચના કરનારા માણસની મનોવૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી તેવા પુરૂથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પણ વૃક્ષો, પર્વત કે સમુદ્રોથી તે ભારવતી નથી.” આ પ્રમાણે શેઠના કહેવાથી પ્રિયંકરે તેનું વચન સ્વીકારી લીધું, અને પ્રથમ તેનું સમસ્ત ઘર સમ્યગધ્યાનપૂર્વક જોઈને કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! આ તમારૂં ઘર વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિથી બનાવવામાં આવ્યું છે, તથાપિ સૂત્રધાર (શિલ્પી) ના પ્રમાદથી કંઈક સદોષ થઈ ગયું છે. કારણ કે તેણે દ્વારના ભારવટ્ટપર મંગળનિમિત્તે જિનબિંબને સ્થાને યક્ષમૂર્તિ સ્થાપી છે. કહ્યું છે કે-“સ્વહિતેચ્છુ પૂરૂષે પોતાના ઘરમાં સદા મંગળનિમિતે દ્વારના ભારવટ્ટપર જિનેંદ્રની મૂર્તિ આળેખાવવી. વળી શકટના આકાર જેવું (આગળ સાંકડું ને પછળ પહેલું ) બાંધેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે, મુખમાં ધૂસરાકાર હોય (આગળ બહુ પહેલું ને અંદર તદ્દન સાંકડું) તો તે વંશ અને કીર્તિથી રહિત કરે છે, ત્રિકોણ હોય તો અંગ્નિને ભય થાય છે અને વિષમ હોય તે રાજાથી ભય થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust